Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

બગસરામાં વિદાય - સ્વાગત કાર્યક્રમ

 બગસરા : બગસરા ખાતેની બી.આર.સી કચેરીમાં જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા નવા બી.આર.સી. કોર્ડીનેટર તથા સી.આર.સી કો.ઓર્ડિનેટરની ભરતી કરવામાં આવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઙ્ગસુરભીબેન પાઘડારના અધ્યક્ષ સ્થાને બગસરા સર્વશિક્ષા અભિયાન કચેરી નાંઙ્ગ સ્ટાફ મિત્રો દ્વારા તાલુકાના નવનિયુકત બી.આર.સી. કોર્ડીનેટર જગદીશ ભાઈ વેકરીયા તથા નવી નિમણૂક અપાયેલા સી.આર.સી. કોર્ડીનેટર પીયૂષભાઈ તૈરૈયા, કિશોરભાઈ રંગાડિયા, હસમુખભાઈ સાવલિયા ને પણ આવકારવામાં આવ્યા હતા આ તકે ચાર્જ માથી મુકત થતા બી.આર.સી.ઙ્ગ દિવ્યેશભાઈ દૂધરેજિયાની તેમને સમયગાળા દરમિયાનની કામગીરીને બિરદાવીને તેમને વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકાના તમામ સી.આર.સી કોર્ડીનેટર તથા સર્વશિક્ષા અભિયાનના સ્ટાફમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : દર્શન ઠાકર, બગસરા)

(9:46 am IST)