Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જુનાગઢઃ સૌરાષ્ટ્રને બચાવવા વધારાનું જળસંગ્રહ બજેટ અને વિશિષ્ટ જોગવાઇઓ માટે આવેદન

ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા રજુઆત

જુનાગઢ તા. ૧૩ : ખેડુત હિત રક્ષક સમીતીના પ્રમુખ કાળાભાઇ ઝાલા અને કન્વીનર અતુલભાઇ શેખડાએ રાજયપાલશ્રી, મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર પાઠવીને સૌરાષ્ટ્રને બચાવવા વધારાનું જળસંગ્રહ બજેટ અને વિશિષ્ટ જોગવાઇઓ કરવા માંગણી કરી છ.ે

તેઓએ વધુમાં જણાવ્યું છે કે નર્મદામાં પાણીની ઘટના કારણે વહીવટીતંત્ર દ્વારા નર્મદા આધારિત સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઘેરી બની રહી છે સૌરાષ્ટ્રમાં ''નર્મદાની કેનાલ'' અને ''સૌની યોજના'' જે વિકલ્પ નથી ચોમાસામાં વરસતા વરસાદના ફકત ૩૦% પાણી જ આપણે બચાવી શકીએ છીએ બાકીનું ૭૦% પાણી દરિયામાં જતુ રહેશે સરકારે જે તે વખતે ૧.પ૦ લાખ ચેકડેમો બનાવી પૂર્ણ વિરામ મુકી દીધું હજુ પણ વધારે ૭.પ૦ લાખ ચેકડેમ બની શકે તેવી શકયતાઓ રહેલી છે.

સાથે સોરાષ્ટ્રના દરેક ગામડાઓમાં જુના તવાળો હાલ પુરાઇ ગયેલા/તુટી ગયેલા છે વહીવટી તંત્ર અને સરકાર આ બાબતે ગંભીર બને અને પુરાઇ ગયેલા તળાવો માટે જો વિશેષ બજેટની જોગવાઇ કરે તો ગામમાં પીવાનું પાણી તથા સિંચાઇનું પાણી આ તળાવો અને ચેકડેમાંથી પૂર્ણ થશે.

છેલ્લા વર્ષોમાં નવા ચેકડેમોની પ્રક્રિયા ધીમી પડી ગઇ છે. અને તળાવો ઉંડા કરવા અને નવા બનાવવાની કામગીરી ખુબજ મંદ ગતિએ ચાલે છે. અને તેને ખુબજ ઝડપી બનાવવા વિશેષ બજેટની જરૂર છે. સાથોસાથ સૌથી ખેદજનક બાબતો એ છે કે સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ ભાદર, ઓઝત અને ઉબેણ કે જુદા જુદા ઉદ્યોગો દ્વારા તેમાં સંગ્રહાયેલા પાણીના જથ્થાને પ્રદુષિત કરી રહી છે.જેવી રીતે નર્મદાની કેનાલની ચોકીદારી લશ્કરના જવાનો કરતા હોય તો આ સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓમાં રહેલ પાણીના જથ્થાને પણ પ્રદુષિત થતું અટકાવવા વિચારવું પડશે.

આ બાબતે ગંભીરતાથી નહી વિચારે તો આગામી દિવસોમાં સિંચાઇ તો શું પીવાના પાણી માટે સરકારે એમ.ઓ.યુ. કરવા પડશે તેવી પરિસ્થિતિ પેદા થશે તેવી ચિંતા વ્યકત કરી છે.(૬.પ)

(9:45 am IST)
  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • આલેલે!! વસુંધરાએ બોલેલું ફેરવી તોળ્યુ!! : ''અભી બોલો અભી ફોક'' : ગઈકાલે બજેટમાં ખેડૂતોના ૮ હજાર કરોડના દેવા માફ કરવાની જોગવાઈનો અમલ થશે જ તેવી કોઈ ગેરંટી નથી : જુદી જુદી જોગવાઈઓના સંપૂર્ણ અમલમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પીછેહટ access_time 4:16 pm IST