Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

'ભંગ કા રંગ જમા હો ચકાચક, ફિર લો પાન ચબાય' શિવરાત્રીએ સૌરાષ્ટ્રભરના શિવાલયોમાં ભાંગની પ્રસાદી ખુબજ પીવાય છે

તેની બનાવટમાં કાજુ-બદામ પીસ્તા સહિતના સુકામેવા વપરાય છે

ઉપલેટા તા.૧૩ : ભાંગએ સામાન્ય રીતે કેફી વસ્તુ છે પરંતુ અન્ય કેફી પદાર્થોના નશા કરતા ભાંગનો નશો સાત્વીક હોવાથી ધાર્મિક કાયદા કાનૂનમાં તેનો નિષેદ નથી પરિણામે શિવરાત્રીના દિવસે એકલા જુનાગઢમાં જ એક હજાર કિલો ભાંગ શિવજીને પ્રસાદમાં ધરાશે. જયારે સૌરાષ્ટ્રભરના શિવાલયોમાં પણ મોટી સંખ્યામાં ભાંગ ધરાશે. શિવજીને ભાંગ પ્રવાહી સ્વરૂપમાં ધરવામાં આવે છે જે ભાંગ વાટીને પાણી કે દુધમાં ઘોળીને પ્રવાહી બનાવવામાં આવે છે જે શિવજીને ધરાય છે બાદમાં ભાવિકોને વિતરણ કરવામાં આવે છે સૌરાષ્ટ્ર સહિત દેશભરના શિવાલયોમાં પણ આ પરંપરા પ્રચલિત છે એક સાધુ સંત દ્વારા જાણવા મળ્યા મુજબ શિવજી અવધુત હતા અને ભાંગ શિવજીને ખુબજ પ્રિય હતી નિજાનંદમાં લીન થઇ શિવજીની આરાધના કરવા માટે ભાવિકો ભાંગનું સેવન કરે છે અભિષેક વખતે શિવજીને અચુક ભાંગ ધરાવવામાં આવે છે ભાંગ ત્રણ પ્રકારની મળે છે. પાંદડાવાળી, ગોળી અને પાઉડર શિવજીને પાદડાવાળી ભાંગ લઢીને પ્રવાહી સ્વરૂપે જ ધરાય છે.

ભાંગ એ સરકારી કાયદાનુંસાર ગેરકાનૂની છે મુખ્યત્વે રાજસ્થાનના નાથદ્વારામાં ભાંગ સરકારી લાયસન્સદાર દુકાનદારો પાસેથી મળે છે તેમજ ઉત્તરપ્રદેશના બનારસ અને વ્રજમાં ગોકુળ-મથુરા-વૃંદાવન-જતીપુરા સહિતના વિસ્તારોમાં સરકારી ઠેકાની દુકાનોએ ભાંગનું વેચાણ થાય છે અને ત્યાંના વ્રજવાસી ચોબાઓ નીયમીત ભાંગનું સેવન કરે છે તેમજ નાથદ્વારામા઼ પણ મોટા પાયે ભા઼ગનું વેચાણ થાય છે અને ત્યા઼ દર્શને જતા લોકો હોંશે હોંશે બજારમા઼ મળતી ભાંગ અને ઠંડાઇની મોજ માણે છે.

ભાંગ બનાવવાની રીત જોઇએ તો પાંદડા સ્વરૂપની ભા઼ગને ઉકાળીને એક પથ્થર ઉપર લઢી તેનો માવો બનાવવામાં આવે છે ત્યાર પછી તેમા઼ કાજુ, બદામ, પીસ્તા, અખરોટ, વરીયાળી, તીખા ખસખસના બી, ગુલાબના ફુલને સાથે લઢવામાં આવે છે ત્યારે બાદ તેમા઼ પ્રમાણસર ચોખ્ખુ દુધ સાકર અને ગુલકંદ ભેળવી તેને એકદમ મિકસ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઠ઼ડી કરવા થોડો બરફ નાખી પીવા માટે ઉપયોગ કરાય છે. આ ભા઼ગ થોડી મો઼ઘી પડે છે. એસીથી સો રૂપીયાનો એક ગ્લાસ થાય છે જયારે મ઼દિરમાં જાહેરમા઼ પ્રસાદી સ્વરૂપે મળતી ભાંગમાં વરીયાળી તીખા ખાંડ દુધ મિકસ કરી પ્રસાદી સ્વરુપ આપવામાં આવે છે.

કેટલાક વ્યસનીઓ ભાંગને વધુ નશાકારક બનાવવા માટે ભાંગને તાંબાના વાસણમાં હલાવી તેનો આર ઉતારી તેનો ઉપયોગ કરે છે જે નુકશાનકારક છે.

આવી ભાંગ પીનારને બે-ત્રણ દિવસ સુધી તેનો નશો રહે છે અને કયાંરેક હોસપીટલમાં પણ સારવાર લેવી પડે છે. જયારે કેટલીક અવાવરુ ધાર્મિક જગ્યાઓમાં કેટલાક નશાખોર લોકો ભાંગમાં ધતુરાના બી કે અન્ય કેફી પદાર્થો ભેળવી તેનું સેવન કરે છે જે કયારેક મોતનું કારણ પણ બની શકે છે એટલે ઉપર મુજબ સુકામેવાના ઉપયોગની ઓછી ભાંગવાળી ઠંડાઇનો ઉપયોગ લોકો માટે હિતાવહ છે.  (૩-ર)

 

(9:44 am IST)
  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST

  • મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ સાથે બરફના કરા વરસ્યા : વીજળી ત્રાટકતા ૪ના મોત, ૭ ઘાયલ : ભોપાલ - ગ્વાલિયર - નરસિંહપુર, ડબરાભીંડ અને ઓચ્છામાં વરસાદઃ ભારે વરસાદ સાથે બરફના કરાનો વરસાદઃ ખેડૂતો ભારે ચિંતામાં access_time 12:36 pm IST