Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જામનગર દેવભુમી દ્વારકા જીલ્લામાં પ પીએસઆઇની બદલીઃ ૬ ની નિમણુંક

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૩ : : હાલારમાં પાંચ પો.સ.ઇ.ની બદલી અન્યત્ર થઇ છે. તથા પાંચ નવા અન્યત્રથી મુકાયા છે.

જામનગર પો.સ.ઇ. પી.સી.સરવૈયાને  સુરત ગ્રામ્યમાં એ.ડી.વાળાને જુનાગઢ, એ.આઇ. મુલીયાણાને ગાંધીનગર કે.કેે.પરમારને પંચમહાલ તથા એ.એમ.પાટણને ગાંધીનગર આઇ.બી.માં મુકાયા છે.

હાલારમાં છ નવા  આવેલા પો.સ.ઇ.માં સુરતની નોયડા ઇન્દ્રજીત અને ઇબ્રાહીમ તથા ભાવનગરની આર.એ.વાઢેરને  જામનગરને મુકાયા છે. જયારે પોરબંદરની આર.એ.નોયડા ભાવનગરથી એમ.ડી. મકવાણા, વડોદરાની એ.બી.ગોઢાણીયા તથા અમદાવાદથી એસ.વી.ગળચરને દ્વારકા જિલ્લામાં મુકાયા છે.

(1:13 pm IST)