Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

નિધિ એકત્રીકરણ માટે જૂનાગઢમાં પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજાઇ

જૂનાગઢ તા.૧૩ :  અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ ને લઇ શરૂ થનાર રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત નિધિ એકત્રીકરણ માટે દ્યરે દ્યરેથી સહયોગ મળે તેમજ ભવ્ય રામ મંદિર બનાવવાનો નિર્ધાર મા લોકો સહભાગી બને તે માટે ગઈકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય દ્વારા હોટલ બેલેવ્યુ સરોવર પોર્ટીકો ખાતે પ્રબુદ્ઘ નાગરિકોની એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના પ્રાંત કાર્યવાહક કિશોરભાઈ મુંગલપરા એ ખાસ ઉપસ્થિત રહી અયોધ્યામાં બનનાર ભવ્ય રામમંદિર નિર્માણ અંતર્ગત સમર્પણ નિધિ એકત્રીકરણ ના કાર્યક્રમ અંગે વિગતો આપી હતી જે અંતર્ગત ભવ્ય રામ મંદિરમાં ૩૬૦ ફૂટની લંબાઈ અને ૨૩૫ ફૂટ પહોળાઈ તેમજ ૧૬૧ ફૂટ ઊંચાઈ સાથે બનનારા ત્રણ માળના ભવ્ય રામમંદિર ને લઇ સમર્પણ નિધિ એકત્રીકરણ અભિયાનની કામગીરી ૧૫ જાન્યુઆરી થી ૨૭ ફેબ્રુઆરી સુધી યોજાશે જેમાં ચાર લાખ ગામોમાં ૧૧ કરોડ પરિવારોના સંપર્ક ના લક્ષ્ય સાથે ત્રણ પ્રકારના કુપનો પણ નિધિ એકત્રીકરણ માટે કરાયા છે જેમાં રૂપિયા ૧૦ થી લઇ બે હજાર સુધીના કુપન ઉપરાંત યથાશકિત મુજબ ફાળો પણ નોંધાવીશકશે તેમ વિગતો આપી હતી.

બેઠકમાં જય શ્રી રામ ના નાદ સાથે ભાજપ આગેવાન અને અગ્રણી ઉદ્યોગપતિ તેમજ હોટલ બેલેવ્યુ સરોવર પોર્ટી કો ના સંજયભાઈ કોરડીયા એ રૂપિયા ૧, ૧૧,૦૦૦ નિધિ અર્પણ કરવાની જાહેરાત કરી હતી. બેઠકમાં રાજાણી ગ્રુપ ઈન્ડસ્ટ્રીસ ના મુકેશભાઈ રાજાણી, અગ્રણી ઉદ્યોગપતિ જગતભાઈ મશરૂ, કેળવણીકાર જીપી કાઠી, કેડી પંડ્યા, મૈયર ધીરુ ભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, ગૌરવભાઈ રુપારેલીયા, સંજયભાઈ મણવર હાજર રહ્યા હતા.

(12:10 pm IST)