Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ધોરાજીમાં ગરીબોના પ્રશ્ન માટે કોમી એકતા સંગઠનની રચના

ત્રણ દરવાજા સેન્ટ્રલ માર્કેટમાં કાર્યાલયને ખુલ્લું મુકાયું

ધોરાજી તા.૧૩ : ગરીબ પરિવારોના પ્રશ્ન માટે બિનરાજકીય સંગઠન કોમી એકતા સંગઠનની રચના કરવામાં આવી હતી અને ધોરાજીના ત્રણ દરવાજા સેન્ટ્રલ માર્કેટ મા કાર્ડ કાર્યાલય ને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

કોઈપણ જાતના નાત-જાત ના ભેદભાવ વગર ગરીબ લોકોના પ્રશ્નો માટે છેલ્લા ૨૫ વર્ષથી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સેવા આપી રહ્યા છે આવા સમયે ધોરાજીના ત્રણ દરવાજા સેન્ટ્રલ માર્કેટ ખાતે કોમી એકતા સંગઠન કાર્યાલયને અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ અને મુસ્લિમ સમાજના વરિષ્ઠ અગ્રણી મહંમદઅલી લાઈટવાલા દ્વારા ખુલ્લો મુકવામાં આવેલ હતું.

આ પ્રસંગે કાર્યાલય ઇન્ચાર્જ તરીકે ઝુબેર ભાઈ કુરેશી, રફિકભાઈ બ્લોંચ ઇરસાદભાઈ નવીવાલા કમલેશભાઈ ઠુંમર વિગેરે અગ્રણીઓ ધોરાજી શહેર અને તાલુકાના ગરીબ પરિવાર માટે પોતાના પ્રશ્નો સામાજિક પ્રશ્નો તેમજ સરકાર લેવલે જે રજૂઆત થશે તેના માટે રહેશે ખાસ કરીને ધોરાજી નગરપાલિકા ના પ્રશ્નો મામલતદારના રેવન્યુ પ્રશ્નો અને ગરીબોને સસ્તા અનાજ માં કોઈ મુશ્કેલી હોય વગેરે બાબતે કંઈ પણ પ્રોબ્લેમ હશે તો આ ટીમ કાર્યરત રહેશે.

આ સમયે કાર્યાલયને ખુલ્લી મુકતા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડે જણાવેલ કે ધોરાજીમાં છેલ્લા ૨૫ વર્ષ થી ગરીબોના પ્રશ્ન માટે મોહમ્મદ અલી લાઇટરવાલા તેમજ જુબેરભાઈ કુરેશી વિગેરે અગ્રણીઓ કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર ધોરાજીમાં સેવા આપી રહ્યા છે ગરીબો ના પ્રશ્નો માટે છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી ૨૫ ચોરસમીટર જમીન ગરીબોને નથી મળી તેના માટે અનેક લડાઈઓ કરી છે તેમજ ગરીબોને બીપીએલ ના પ્રશ્ન હોય કે અન્ય કોઈ આ બાબતના પ્રશ્ન હોય તો પણ આ લોકોએ નાતજાતના ભેદભાવ વગર કોમી એકતાના સદભાવથી કાર્ય કરી છે તેનું મને ગૌરવ છે અને આ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ સાથે મુસ્લિમ સમાજના વરિષ્ઠ અગ્રણી મહંમદઅલી લાઇટર વાલા એ જણાવેલ કે આજથી ધોરાજીના મુખ્ય વિસ્તાર ગણાતા ત્રણ દરવાજા પાસે સેન્ટ્રલ માર્કેટમાં કોમી એકતા સંગઠન કાર્યાલયને ખૂલ્લું મૂકવામાં આવેલ છે અને હવે ગરીબો માટે કંઈ પણ પ્રશ્ન હશે તો નાતજાતના ભેદભાવ વગર અમારી ટીમ સેવા આપશે અને કોઈપણ જાતના ચાર્જ લીધા વગર ગરીબો માટે સેવા આપશે અને આ અમારૂ બિનરાજકીય સંગઠન છે જેમાં કોઇપણ પ્રકારના ભેદભાવ વગર કામ કરશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જુબેર ભાઈ કુરેશી રફિકભાઈ બ્લોંચ ઇરસાદભાઈ નવીવાલા કમલેશભાઈ ઠુંમર વિગેરે જહેમત ઉઠાવી હતી.

(12:06 pm IST)