Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કોટડા સાંગાણીનાં રામોદની સીમમાંથી દારૂની રર૬૮ બોટલ સહીત ૧૪.૧૬ લાખનો મુદામાલ જપ્ત

કોટડા સાંગાણી, તા., ૧૩: રેન્જમાં ચાલતી  પ્રોહી જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા માટે તેમજ આવી ગે.કા. પ્રવૃતી ઉપર કડક કાર્યવાહી કરવા માટે ડીઆઇજીપી શ્રી સંદીપસિંહ રાજકોટ રેન્જનાઓ તમામ જીલ્લાઓને સુચના કરેલ છે.

રેન્જની રીડર શાખામાં મળેલ રજુઆત આધારે પો.ઇન્સ. એમ.પી.વાળાએ સ્ટાફના રસીકભાઇ, કુલદીપસિંહ ચુડાસમા, શીવરાજભાઇ ખાચર તથા દિગ્વીજયસિંહ ઝાલાનાઓ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામની સીમમાં આવેલ આરોપી નરેશ કનુભાઇ પડાળીયાની કબ્જા ભોગવટાની વાડીના મકાને ભારતીય બનાવટ ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-રર૬૮ કિ.૯,૦૭,૯૨૦ તથા ૩ મોબાઇલ ૬૦૦૦, રોકડ રપ૮૦ તથા ટાવેરા કાર ૩,૦૦,૦૦૦ તથા વેગનઆર ર,૦૦,૦૦૦ મળી કુલ ૧૪,૧૬,પ૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.

આરોપી દિપક વલ્લભભાઇ મકવાણા રહે. એચ.જે.સ્ટીલ પાસે દુધસાગર રોડ રાજકોટ તેમજ વાડી માલીક નરેશ કનુભાઇ પડાલીયા, રહે. રામોદવાળા વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે. ગુનો રજી. કરવામાં આવેલ છે. તેમજ આરોપીને હસ્તગત કરી હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ ૧૯ અંગેના મેડીકલ તપાસણી કરાવવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ હતી.

(12:00 pm IST)