Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

નવા ૮ દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે માત્ર ભુજમાં જ નવા ૨૨ કન્ટેનમેન્ટ ઝોન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૩:  ઠંડી વચ્ચે કચ્છમાં હવે કોરોના હાંફ્યો હોય તેમ માત્ર નવા ૮ કેસ જ નોંધાયા છે. જોકે, સરકારી ચોપડે સમગ્ર જિલ્લામાં ૮ કેસ પૈકી ભુજ શહેર અને તાલુકામાં ૭ કેસ છે. સરકારી ચોપડે નોંધાયેલા ઘટેલા કેસો વચ્ચે કન્ટેનમેન્ટ ઝોન ભુજમાં ૨૨ જાહેર કરાયા છે. આમ, કેસમાં આંકડાઓની વિસંગતતાઓ હજીયે ચાલુ જ છે. કુલ દર્દીઓ ૪૨૫૩, એકિટવ કેસ ૨૦૨, મૃત્યુ પામનારા ૮૧ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩૯૨૯ છે.

(10:36 am IST)