Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કાલે મકરસંક્રાંતિઃ ગૌદાન-પૂજાનું અનેકગણુ મહત્વઃ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન ગૌપૂજન

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૩ :. કાલે મકરસંક્રાંતિ પવિત્ર દિવસને દાનપૂણ્ય કરવાનો મહત્વનો દિવસ માનવામાં આવે છે. મકરસંંક્રાંતિએ પૂજા, ગૌ-પૂજન જેવા અનેક ધાર્મિક કાર્યો લોકો ધાર્મિક સ્થાનોમાં કરાવે છે. આગામી મકરસંક્રાંતિએ શ્રી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિરમાં પણ સવારે ૯.૦૦ વાગ્યે ગૌ-પૂજન, ૧૧.૦૦ વાગ્યે તલનો અભિષેક તેમજ સાયમ્ શ્રૃંગારમાં તલશ્રૃંગાર કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧૦૦ જેટલી ગીર-ગાયનું ગૌ-પાલન સેવા કરવા તેમજ ખેડૂતોને ગૌ-પાલન કરવા પ્રોત્સાહન મળે તેવા શુભઆશયથી ગૌ શાળા ચલાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન ગૌ-પાલન જાગૃતિ અંગેના તેમજ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અંગેના અનેક કાર્યક્રમો કરી પુસ્કાર પણ આપવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્ર ગૌ-માતાનું પાલન અને પૂજનનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. હાલના ભાગદોડવાળા જીવનમાં તેમજ શહેરમાં રહેતા અનેક લોકો ગૌ-પાલન/પૂજન કરવા ઈચ્છતા હોવા છતાં કરી શકતા નથી. આવા અનેક ગૌ-ભકતો ગો-પાલન તેમજ પૂજન કરવાનો લ્હાવો લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ગૌશાળામાં 'એક ગીરગાય' માટે રૂ. ૩૧,૦૦૦નું દાન આપીને ગીર-ગાયને દત્તક લઈ આ લ્હાવો લઈ શકે છે. હાલ ટ્રસ્ટ પાસે ૧૦૦ જેટલી ગીરગાય છે. મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગો-દાન, ગૌ-પૂજા જેવી નીચે પ્રમાણેની સેવાનો લાભ લેવા સર્વે ભાવિકોને અનુરોધ છે.

૨૧,૦૦૦ રૂ.ની સેવા નોંધાવી એક દિવસ ૧૦૦ ગાયનો નિભાવ ખર્ચનું દાન આપો, ૧,૧૦૦ રૂ.ની સેવા નોંધાવી પાંચ ગૌમાતા માટે એક દિવસની ઘાસ-ચારાની સેવા, ૨૫૧ રૂ.ની પૂજા નોંધાવી મકરસંક્રાંતિએ ઓનલાઈન ઝુમ એપ મારફત ગૌ-પૂજન કરવાનો લાભ લઈ શકાય છે.

ઉપરોકત ગૌ-સેવાનો લાભ લેવા ઈચ્છતા ભકતોએ શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ રૂરૂરૂ.સ્નંૃઁર્ીદ્દત્ર્.ંશ્વિં  પરથી પોતાની સેવા નોંધાવી શકે છે. સંપર્ક મો. ૯૪૨૬૨ ૮૭૬૩૮૮, ૯૪૨૬૨ ૮૭૬૩૯, ૯૪૨૮૨ ૧૪૯૧૫ ઉપરોકત સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફત તેઓ ઓનલાઈન ગૌ-પૂજનમાં જોડાઈ શકશે.

(11:57 am IST)