Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ભુજના પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ, રાઇટર અને હોમગાર્ડ ૧૫ હજારની લાંચ લેતાં ઝડપાયા

એકવાર ૫૦ હજાર લીધા બાદ વધુ પૈસા માંગ્યા હતા : હજુ એક હોમગાર્ડ જવાનની ભૂમિકા તપાસમાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૩:  ભુજના માર્કેટિંગ યાર્ડમાં પૈસાની લેતીદેતી બાબતે થયેલ બબાલ અને રાયોટિંગ ના કેસમાં ફરિયાદ કરનાર વ્યાપારી પાસે લાંચ લેતાં ત્રણ પોલીસ કર્મીઓ ઝડપાઈ ગયા હતા.

ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૫ હજારની લાંચ લેતાં પીએસઆઈ એન.એસ. ગોહિલ, રાઇટર સાગર મગન દેસાઈ અને હોમગાર્ડ જવાન અનિલ શાંતિલાલ ગાયકવાડ ઝડપાઈ ગયા હતા. ગઇકાલે રાત્રે ભુજ રેન્જ એસીબી પીઆઈ સોલંકી અને સ્ટાફે દરોડાની કામગીરી કરી હતી.

આ કેસમાં ફરિયાદી પાસેથી અગાઉ ૫૦ હજાર રૂપિયા લીધા બાદ વધુ રકમની માંગણી કરાઈ હતી. ભુજ માર્કેટિંગ યાર્ડમાં વ્યાપારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ હોઈ તે કેસ સબંધે રૂપિયા માંગ્યા હોવાનું જણાવાયું છે. હજી એક હોમગાર્ડ જવાનની ભૂમિકા તપાસમાં છે.

(10:35 am IST)