Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કેશોદમાં ભર શિયાળે પણ મેઘરાજાનો પ્રેમ યથાવતઃ સવારે છાંટણાથી રોડ ભીંજાયા

વાદળ છાયા વાતાવરણ વચ્ચે ગરમ કપડા પહેરવા કે રેઇનકોટ ? લોકો દ્વિધામાં : ગઇકાલથી એકાએક વાતાવરણ પલ્ટાતા ગુલાબી ઠંડીનું સ્થાન લીધુ ગરમીએઃ ખેડુતો ચિંતીત : ઉતરાયણ પર્વના પુર્વ દિ'થી જ પવન પડી જતા પતંગ પ્રેમીઓ પણ મુંજવણમાં

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા., ૧૩: કેશોદ વિસ્તારમાં  ગઇકાલથી એકાએક વાતાવરણમાં પલ્ટાતા સૌના આશ્ચર્ય વચ્ચે પ્રવર્તમાન ગુલાબી ઠંડીનું સ્થાન ગરમીએ લઇ લીધા બાદ આ સ્થિતિ વચ્ચે આજે સવારે વરસાદી છાંટાણા પડતા રોડ ભીંજાયા હતા.

ચોમાસુ સીઝન પુર્ણ થયાને લગભગ ત્રણ માસ જેવો સમય પુર્ણ થવા છતા આ વિસ્તારમાં મેઘરાજાએ પોતાનો પ્રેમ ઠાલવવાનું યથાવત રાખતા ખેડુતોથી લઇ સામાન્ય લોકો  સુધી સૌ કોઇ ચિંતીત બનેલ છે.

આ વિસ્તારમાં દિવાળી બાદ પણ નવેમ્બર અને ડીસેમ્બરમાં પણ મેઘરાજાએ પ્રભાવ બતાવ્યા બાદ જાન્યુઆરીમાં પણ છાંટણાના રૂપમાં મેેઘરાજાએ હાજરી પુરાવતા લોકોએ આશ્ચર્ય અનુભવેલ છે.

નોંધનીય છે કે છેલ્લે સવા માસ પુર્વે કમશઃ બે દિવસ સુધી બપોર બાદ વરસાદ પડેલ હોઇ ચોમાસુ સીઝન લંબાતો જેની અસર સિધી શીયાળુ સીઝન પર જોવા મળેલ હતી. સામાન્ય રીતે દિવાળીના અરસાથી શીયાળુ સીઝન શરૂ થતી હોઇ છે. પરંતુ ઋતુેચક્રના પરિવર્તનના કારણે શિયાળુ સીઝનની શરૂઆત જાણે કે નાતાલથી જ શરૂઆત થયેલ હોઇ તેવું જણાયેલ હતું.

છેલ્લા થોડા સમયથી શિયાળુ ગુલાબી ઠંડીના પ્રવર્તેલ પ્રવાહ વચ્ચે હવે વરસાદ ગયોનો હાશકારો લોકો અનુભવ રહયા હતા. આ સ્થિતિ વચ્ચે ગઇકાલથી જ એકાએક  આકાશી સ્થિતિમાં ફેરફાર જોવા મળેલ હતા. સ્વચ્છ દેખાતા આકાશને વાદળોએ ઘેરી લીધેલ હતા અને એકાએક પવનની દિશા પણ વરસાદના ભેજયુકત વાતાવરણ વચ્ચે ગુલાબી ઠંડીનો પ્રભાવ ઓછો થયા બાદ આજે સવારે કેશોદ વિસ્તાર પરથી પસાર થયેલ એક સજળ વાદળ વરસી જઇ રોડ ભીંજવી દિધેલ હતા. આ સ્થિતિ વચ્ચે લોકો નક્કી નહોતા કરી શકતા કે ગરમ કપડા પહેરવા કે રેઇન કોટ?

બીજી તરફ વાતાવરણના પરિવર્તનના  પરિણામે ઉતરાયણ પર્વના પૂર્વ દિવસથી જ પવન પડી જતા  મુંજવણમાં મુકાઇ ગયેલ છે.

વરસાદથી મગફળી સહિત ચોમાસુ પાકને નુકશાન થયેલ છે. જેની કઇ હજુ ખેડૂતોને વણી નથી ત્યારે આ સ્થિતિથી બજારો પર પણ દેખાઇ રહી છે આ સ્થિતિ વચ્ચે જો મેઘરાજા પોતાનો વધુ પડતો પ્રતિભા બતાવે તો ખેતરોમાં લહેરાતા ઘઉં, જીરૂ, તુવેર, બજાર સહિતના રવિ (શિયાળુ) પાક માટે ચિંતાનો વિષય બનેલ છે.

આકાશને વાદળોએ દોરી લીધેલ હોઇ અને આજે સવારે વાતાવરણ ઘેરૂ જણાતુ હોઇ ત્યારે આ સ્થિતિ વચ્ચે શિયાળે ગરમ કપડા ઉતારીને શું રેઇન કોર્ટ પહેરવાનો વારો આવશે ? ! તેવી ચર્ચા લોકોમાં થઇ રહેલ છે.

(3:51 pm IST)