Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ગોંડલમાં બે તથા જેતપુરમાં એક વેપારી ચાઇનીઝ તુક્કલ-દોરી વેચતા પકડાયા

રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા તથા સ્ટાફના દરોડા : ગોંડલ અને જેતપુરમાં ચાઇનીઝ તુક્કલ અને દોરો વેચતા પકડાયેલ ત્રણેય શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા ૧૩  :  જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચે ગોંડલ તથા જેતપુરમાં દરોડા પાડી ચાઇજીઝ તુક્કલ અને દોરા વેચનાર ત્રપ શખ્સોને ઝડપી લીધા હતા.

(૧) રૂરલ ક્રાઇમ બ્રાંચે સેન્ટ્રલ ટોકીઝ પાસે, દેવપરા મેઇન રોડ, પાસે આવેલ ખોડીયાર સીઝન સ્ટોરમાં સાગરભાઇ ભરતભાઇ ડાભી રહે. ગોંડલ, ભગવતપરા, હરભોલે સોસાયટી વાળાને પોતાના કબનાની ખોડીયાર સીઝન સ્ટોર નામની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ નંફ૧૫૦ કિ.રૂ.૩૦૦૦/- નો મુદામાલ રાખી મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ વેરી દરવાજા પાસે આવેલ સપના સીઝન સ્ટોરમાં બારીશભાઇ કિશોરભાઇ મોદી, રહે. ગોંડલ નાની બજાર સાટોડીયા શેરી વાળાએ પોતના કબજાની સપના સીઝન સ્ટોર નામની દુકાનમાં પ્રતિબંધીત ચાઇનીઝ તુક્કલ નંગ ૧૬૦ કિ.રૂ.૩,૨૦૦/- તથા ચાઇનીઝ દોરી રીલ  નંગ-૩૦ કિ.રૂ.૭૩૦૦/- નો મુદામાલ રાખી, મળી આવતા તેના વિરૂધ્ધ કાયોેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ જેતપુર સીટીમાં જુનાગઢ રોડ ન્યુ જયુબીલી હેર પાર્લર નામની દુકાનમાં રમેશભાઇ કાંતિભાઇ વાઢેર, રહે. જેતપુર જમાદાર વાડી વાળાએ પોતના કબજાની ન્યુ જયુબીલી હેર પાર્લર નામની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના નાની મોટી ફિરકાઓ નંગ-૩૦ જેની કી.રૂ.૩૪૦૦/- તથા ચાઇજીન્ તુકક્ષ્કલ નંગ-૭૮ કી.રૂ.૧૫૬૦/- મળી કુલ કિ.રૂ. ૪૯૬૦/- નો મુદામાલ રાખી, મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં રૂરલ એલસીબીના  પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, મહિપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, બ્રિજરાજસિંહ જાડેજા, શકિતસિંહ જાડેના તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજા, નારણભાઇ પંપાણીયા, કોૈશિકભાઇ જોષી તથા દિવ્યેશભાઇ સુવા રોકાયા હતા.

(12:15 pm IST)