Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

રાજકોટ સહીત સૌરષ્ટ્રમા સવારે ધુમ્મસની ચાદર છવાઈ :ગુલાબી ઠંડીનો માહોલ: ભેજના પ્રમાણમાં જબરો વધારો

રાજકોટ :રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ આજે સવારે ભેજના પ્રમાણમાં વધારો અને પવનની ગતિમાં ઘટાડા સાથે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. હવામાનમાં પલટા સાથે તાપમાન ઉપર ચડતા કડકડતી ઠંડી ગુલાબી ઠંડીમાં પરિવર્તીત થઈ હતી.

  હવામાનખાતાના સૂત્રો અનુસાર આજે ૭ વાગ્યાથી રાજકોટમાં ઝાકળ વર્ષા થઈ હતી અને પદાર્થ જોવાની દ્રષ્ટિ મર્યાદા (વિઝીબિલીટી) જે ચોખ્ખા આકાશમાં ૬૦૦૦ મીટર હોય તે વહેલી સવારે ૩૦૦૦ મીટર અને ૮ પછી ઘટીને ૧૫૦૦ મીટર થઈ હતી. જો કે ૧૨૦૦ મીટર સુધી જોઈ શકાતુ હોય ત્યારે ફ્લાઈટ રદ કરાતી હોતી નથી. જામનગરમાં આજે સવારે ધુમ્મસના પગલે ત્રણ સપ્તાહ બાદ ઠંડીમાં રાહત મળી હતી. સવારે નવ વાગ્યા સુધી વાહનોએ પોતાની હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી.

   ભેજના પ્રમાણમાં સવારે નોંધપાત્ર વધારો થયો હતો. રાજકોટમાં ૮૦ ટકા, પોરબંદરમાં ૯૨ ટકા, વેરાવળ ૭૮, દ્વારકા ૮૩ અને જુનાગઢમાં ૭૮ ટકા ,જામનગરમાં ૮૦ ટકા ભેજ હતો. ન્યુનત્તમ તાપમાન વધીને આજે રાજકોટમાં ૧૫, જુનાગઢ ૧૩.૫, જામનગરમાં ૧૫, પોરબંદર ૧૭, દ્વારકા ૧૯ સાથે ઠંડીમાં સર્વત્ર ઘટાડો થયો હતો.

  બીજી તરફ આજે ગુજરાતના પડોશી રાજ્ય પશ્ચિમ રાજસ્થાન પર દરિયાઈ સપાટીથી ૧.૫૦ કિ.મી.ની ઉંચાઈએ હવાની વર્તુળાકાર ગતિ સર્જાઈ હતી. હવામાનખાતાએ ઠંડી રાબેતામૂજબ જારી રહેવા આગાહી કરી છે.

 

(7:20 pm IST)
  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની પુત્રીનું અપહરણ કરવાની ધમકી :સીએમઓ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળતા દિલ્હી પોલીસમાં ફરિયાદ :પોલીસે કેજરીવાલની પુત્રીની સુરક્ષા વધારી :મામલાની તપાસ સાઇબર સેલની સોંપી :ધમકીભર્યા ત્રણ ઈમેલ સીએમની સત્તાવાર ઈમેલ આઈડીમાં આવ્યા જેમાં બે ઇમેલમાં અપહરણ કરવાની ધમકી આપી access_time 12:47 am IST