Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

મોરબી-રાજકોટ હાઈવે પર પીકઅપ પલટી મારી ગઈ

મોરબી :  મોરબી રાજકોટ હાઈવે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ છાશવારે અકસ્માત સર્જાતા રહે છે જેમાં શુક્રવારે ટ્રક અને કારની ટક્કરમાં એક યુવાનનું મોત થયું હતું તો આજે વધુ એક વાહન પલટી મારી ગયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી

         મોરબી રાજકોટ હાઈવે પર આજે સવારે એક પીકઅપ પલટી મારી ગઈ હતી હાલ હાઈવે બની રહ્યો હોય જે ફોર ટ્રેક કામગીરીને પગલે રોડની બંને સાઈડ માટીના ઢગલા જોવા મળે છે જેને પગલે પીકઅપ પલટી મારી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે લજાઈ નજીક આવેલ મોરબી એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીની ગાડીના ડ્રાઈવર અશોકભાઈ હાઈવે પરથી જતા હોય ત્યારે પીકઅપ પલટી ગઈ હતી જોકે અકસ્માતમાં ચાલકનો બચાવ થયો છે તો વધતા જતા અકસ્માતો રોકવા તંત્ર કોઈ ગંભીરતા દાખવતું નથી તે કડવું સત્ય છે

(12:49 pm IST)
  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST