Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

મોરબી-વાંકાનેર હાઈવે પર કાર અને ટ્રકની ટક્કર, ટ્રાફિકજામ સર્જાયો

મોરબી :  મોરબી પંથકમાં અકસ્માતોની વણઝાર ચાલુ છે જેમાં સવારે મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયા બાદ સાંજના સુમારે કુબેર ટોકીઝ નજીક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઇ હતી તો અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો અને ટ્રાફિકજામ સર્જાયો હતો

        મોરબી વાંકાનેર હાઈવે પર આજે સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક નં જીજે ૧૧ એક્સ ૯૦૨૮ અને કાર નં જીજે ૧૧ એબી ૭૯૩૨ વચ્ચે ટક્કર થવા પામી હતી જે અકસ્માતમાં સદનસીબે કારના ચાલકનો બચાવ થયો હતો જોકે અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો તેમજ લોકોના ટોળા વળ્યા હતા જેને પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિકજામ ક્લીયર કરવા પોલીસ મથામણ કરી રહી છે જોકે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી

(12:48 pm IST)