Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

કાલે અમરેલીમાં પ્રવીણ તોગડિયાની હાજરીમાં સંમેલન ;બાઈક રેલી યોજાઈ

 

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદની રેલી નીકળી હતી  આવતીકાલે પ્રવીણ તોગડીયાની ઉપસ્થિતીમાં ભવ્ય સંમેલન યોજાશે.

  AHPની બાઈક રેલીમાં ડીજે ના તાલ પર જય શ્રી રામનો જયઘોષ કરાઇ રહ્યો હતો અને રેલીએ શહેરના મુખ્ય માર્ગ પર વિચરણ કર્યું હતું. રેલીમાં મોટાભાગના લોકોના હાથમાં કેશરી ઝંડા હતા અને કેશરી સાફા બાંધ્યા હતા જેના કારણે સમગ્ર વિસ્તાર ભગવામય જણાઇ રહ્યો હતો. હજારો કાર્યકરોએ રેલીમાં જોડાઇને રામ પ્રત્યે પોતાની આસ્થાની અભિવ્યકિત કરી હતી .

(12:16 am IST)
  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST