Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

મોરબીમાં પુત્રની હત્યાને બે માસ વીત્યા છતાં આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફ્ળ:પિતાએ લખ્યો સીએમને પત્ર

રિક્ષામાં પેટ્રોલ ભરાવવા ગયેલ પુત્રની માથામાં પથ્થરો ઝીકી હત્યા કરાયેલ મૃતદેહ મળ્યાને બે માસ વીત્યા છતાં હત્યારા પકડાયા નથી

મોરબીના નવા ધરમપુર ગામે રહેતા મંગાભાઈ રામભાઈ રાવાના પુત્ર ભાવેશની હત્યા થયાને બે માસ વીત્યા છતાં પોલીસ આરોપીઓને પકડી સકી નથી અને પોલીસ નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે યોગ્ય તપાસની માંગ સાથે સીએમને પત્ર લખવામાં આવ્યો છે

   પુત્ર ગુમાવનાર પિતા મંગાભાઈએ રાજ્યના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગત તા. ૧૪-૧૧-૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે તેનો પુત્ર ભાવશ પોતાની રીક્ષામાં પેટ્રોલ ભરાવવા ગયેલ ત્યારે અમરેલી ગામ પાસે રવિરાજ ચોકડી નજીક માથામાં પથ્થરોના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી અને હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો હતો

  આ હત્યા મામલે તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જોકે હત્યાના બનાવને બે માસ વીત્યા છતાં હજુ પોલીસ આરોપીઓને પકડી સકી નથી અને તપાસ ધીમી ગતિએ ચાલતી હોય જેથી તપાસ ઝડપી થાય અને આરોપીઓને ઝડપી કાયદાકીય સજા કરવામાં આવે તેવી માંગ કરી છે

(11:50 pm IST)
  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST