Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

મોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીના ગુન્હામાં ત્રણ આરોપીને ઝડપ્યા:મકનસર નજીકથી ચોરેલું બાઈક જપ્ત

 

મોરબી તાલુકા ઓપ્લીસ મથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ઝડપી લઈને ચોરીનું બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે

   મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એન જે રાણાની ટીમના મહિપતસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા, હિતેશભાઈ ચાવડા, અશોકભાઈ ખાંભરા, અમિતભાઈ વાસદડિયા, ઉજવળદાન ગઢવી અને શક્તિસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહ મળેલી બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે રફાળેશ્વર ચોકડી નજીક આરોપી મુકેશ ઉર્ફે મુકો ચંદુભાઈ કોળી (..૨૫) રહે હાલ મોરબી વાંકાનેર હાઈવે, સીન્ધાભાઈ ઉર્ફે સંજય લાભુભાઈ કોપણીયા કોળી (..૨૫) રંગપર અને દીપક લાભુભાઈ કોળી (..૨૪) રહે હાલ પાનેલી રોડ એમ ત્રણને ઝડપી લઈને નંબર પ્લેટ વગરનું બાઈક કબજે લઈને પૂછપરછ કરતા તેમજ પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી તપાસ કરતા આરોપીઓએ બાઈક સાતેક દિવસ પૂર્વે મકનસર ગામ નજીકથી ચોરી કરી હોવાનું ખુલતા બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:41 pm IST)
  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST