-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
હળવદ પાસેથી ૨II લાખનો દારૂ - બિયર ભરેલી સ્કોર્પીયો ઝડપી લેતી પોલીસ
ધ્રાંગધ્રા - વઢવાણ તા. ૧૩ : હાલ ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવાર ઉપર દારૂ પીવાનો એક શોખ લોકો કરી રહ્યા છે ત્યારે પોલીસ આવા લોકોના શોખ પુરા ન થાય અનેઙ્ગ જે લોકો દારૂ વેચે છે તેના ઉપર પેટ્રોલિંગ કરીને પકડી પાડે છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામે પોલીસને બાતમીના મળતા પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગમાંઙ્ગ ડી.સી. ડબલ્યુ. સર્કલ પાસે એક કાળા કલરની સ્કોપીયો ગાડી જેનો નંબર જી.જે૧૪ ચ્ ૫૦૦૩ નંબરની શંકા પડતા ગાડી ચાલક ગાડી લઇ ભાગતા તેનો પીછો કરતા હળવદ પાસેથી તેને પકડી પાડેલ.
જેમાં આરોપી ગાડી મૂકીઙ્ગ ફરાર થઈ ગયા હતા. અને ગાડીનુ ચેકીંગ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ત્રણસો ચોર્યાસી(૩૮૪) જેની કિંમત રૂપિયા ૨,૬૮,૮૦૦ તથા બિયરના નંગ ચારસો અઢાર (૪૧૮)જેની કીમત રૂપિયા ૮૩,૬૦૦ અને એક સ્કોર્પિયો ગાડી જેની કિંમત ૭,૫૦,૦૦૦ જેટલી થાય છે. ટોટલ કુલ મળીને અગિયાર લાખ બે હજાર ચારસો રૂપિયાનો મુદામાલ જપ્ત કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરેલ છે.(૨૧.૨૦)