Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

વાંકાનેરઃ રાતીદેવળીમાં છોકરીને પછાડવા પ્રશ્ને ભરવાડ ભાઇ-બહેનો વચ્ચે ધમાલઃ ત્રણને ઇજા

રાણા સાંગલીયા, સોની સાંગલીયા અને હરજી સાંગલીયાને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૩: વાંકાનેરના રાતીદેવળી ગામે પિત્રાઇ ભરવાડ ભાઇ-બહેનો વચ્ચે બાળકીને પછાડી દેવા બાબતે મારામારી થતાં એક બીજા પર કુહાડી, પથ્થરથી હુમલો કરવામાં આવતાં સગા ભાઇ-બહેન અને સામે પિત્રાઇ ભાઇને ઇજા થતાં સારવાર માટે ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ રાતીદેવળી હનુમાનપરા તળાવ પાસે રહેતાં અને પશુપાલન કરતાં રાણા કાનાભાઇ સાંગલીયા (ઉ.૨૧) તથા તેની બહેન સોની કાનાભાઇ સાંગલીયા (ઉ.૧૮) પર બાજુમાં જ રહેતાં મોટા બાપુના દિકરા સામત સતા, હરજી સતાએ કુહાડી-પથ્થરથી હુમલો કરતાં બંનેને ઇજા થઇ હતી.

સામે હરજી સતાભાઇ સાંગલીયા (ઉ.૨૫) પણ પોતાને ભુપત અને સોનીબેને કુહાડી-પાઇપથી પગમાં માર માર્યાની રાવ સાથે રાજકોટ દાખલ થયો છે. હરજીએ કહ્યું હતું કે મારી ૩ વર્ષની દિકરીને સોનીબેને ધક્કો મારી પછાડી દેતાં બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:10 pm IST)
  • બનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST