Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સર્વોદય બ્લડ બેંકના કાર્યકરોની સેવા

૩૩મી ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં કુલ ૪ ટીમ બનાવીને સેવા કાર્યકરોએ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂની ઉપસ્થિતિમાં કરી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

જુનાગઢ તા. ૧૩: ૩૩મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કુલ ચાર ટીમ બનાવીને કડકડતી ઠંડીમાં સ્પર્ધકો માટે પેરામેડીકલ સેવા આપીને સર્વોદય બ્લડ બેંકના કાર્યકરોએ ગિરનારની તપોભૂમી પર સેવાની જયોત પ્રગટાવી હતી.

જયારે સર્વોદય બ્લડ બેંકના પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂ અંબાજી ખાતે પહોંચીને સેાવ બજાવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે સર્વોદય બ્લડ બેંકના કાર્યકરો દ્વારા સ્પર્ધકોને તકલીફ ન પડે તે માટે ગિરનારના પગથીયાં પણ સાફ કરવામાં આવેલ. અંબાજી ખાતે સર્વોદય બ્લડ બેંકના પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂ તથા અંબાજી મંદિરના પુજારીશ્રી અને રમત-ગમત ખાતાનાં અધિકારીઓની હાજરીમાં સ્ટેમ્પીંગ કરીને કાર્યક્રમની વિધીવત શરૂઆત કરાવેલ.

આ સેવાયજ્ઞમાં મહેન્દ્રભાઇ મશરૂની સાથે અમૃતભાઇ દેસાઇ, અનીલભાઇ વ્યાસ, જોગીભાઇ કોટેચા, મનોજભાઇ ગેડીયા, ખમીર મજમુદાર, નિતીન પાનેરી, નરેશ ચુડાસા, પારેખભાઇ, સુધીર જેઠવા, કરણ ચુડાસા, કૃતેશ બૂચ, ચિરાગ પીઠડીયા, વિરલ કતીરા, અજય મારૂ, ભાવેશ કારીયા, પરાગ તન્ના તથા અન્ય કાર્યકરો જોડાયેલા હતા.

(12:09 pm IST)