Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

વિસાવદરનાં ચાપરડાની સગીરા પર દુષ્કર્મ આચરનાર ગીરીશ પટેલની શોધખોળ

ભોગ બનનાર તરૂણીની ફરીયાદના આધારે તપાસ

જુનાગઢ, તા., ૧૩: વિસાવદરનાં ચાપરડાની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ ગિરીશ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

વિસાવદર તાલુકાનાં ચાપરડા સગીરાને તેના જ ગામનો ગિરીશ બોઘા પટેલ નામનો શખ્સ રાત્રીના ૧ થી ૪ દરમ્યાન તેણીના ઘરેથી પોતાના મોટર સાયકલ પર ઉઠાવી ગયો હતો.

પોતાની વાડીએ લઇ જઇ ગીરીશે ઓરડીમાં ૧૭ વર્ષની તરૂણી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કિશોરીને ધમકી આપી તેને છોડીને ગીરીશ બોઘા નાસી ગયો હતો.

આ અંગેની ભોગ બનનાર યુવતીની વિસાવદર પોલીસે ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીવાયએસપી એમ.એસ.રાણાએ ત્વરીત તપાસ ધરી સગીરાનું નિવેદન લીધુ હતું તેમજ મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું અને નાસી છુટેલો દુષ્કર્મી ગીરીશ પટેલને પકડી પ ાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

દરમ્યાનમાં લોકોએ પોલીસ તપાસ કરતી ન હોવાના આક્ષેપ સાથે ચક્કાજામ કરી રોષ વ્યકત કર્યો હતો.(૪.૪)

(12:08 pm IST)
  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST

  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST

  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST