Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કાલે સોમનાથ ચોપાટીમાં ભવ્ય પતંગ મહોત્સવ

વેરાવળ તા.૧૩ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ચોપાટીમાં દરિયા કિનારે તા.૧૪ને રવિવારના ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન કરાયેલ છે. દરિયા કિનારે રંગબેરંગી પતંગો ઉડશે તેથી આકાશમાં અનોખુ દ્રશ્ય સર્જાશે. આ પતંગ મહોત્સવમાં વિનામૂલ્યે પતંગ, દોરો, લાડુ સહિત અનેક વસ્તુઓ પ્રસાદીરૂપે આપવામાં આવશે.

તા.૧૪ રવિવારે સવારે ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધી ગીર સોમનાથ મીડીયા સેન્ટર તેમજ સોમનાથના પત્રકારો (પ્રિન્ટ મીડીયા), જોષી કેટરર્સ, ઓલ ઇન્ડિયા વાડોકાય કરાટે ડો.એસો, શિવ સેવા સંસ્થાન, ટી પોસ્ટ દ્વારા ભવ્ય રીતે પતંગ મહોત્સવનું આયોજન કરાયેલ છે. જેમાં વિનામૂલ્યે પતંગ-દોરો, શેરડી, ચીકી, મમરા, તલના લાડુ, બોર તેમજ ગરમા-ગરમ ખીચડાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે તેમજ દેશ-વિદેશથી આવેલા યાત્રિકો-મહેમાનોનું બેટી બચાવો, બેટી પઢાવોનું સુત્ર સાથે નાની પતંગ શર્ટના ખિસ્સામાં લગાડીને અભિવાદન કરાશે.

દરિયા કિનારે આવેલ ભવ્ય ચોપાટી ગ્રાઉન્ડમાં ડીજેના તાલ સાથે આ ઉત્સવ રાખવામાં આવેલ છે તેમાં ગીર વિસ્તારના પ્રખ્યાત સીદી બાદશાહ નૃત્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમજ પ્રભાસપાટણની મુખ્ય બજાર, નાના-મોટા કોળીવાડા, વાલ્મીકીવાસ, શાંતિનગર સહિતના અનેક વિસ્તારમાં બે દિવસ સુધી દોરો પતંગનું વિતરણ કરી આમંત્રણ અપાયેલ હતા. આ ભવ્ય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેમાં સોમનાથ ટ્રસ્ટ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, પાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, પુર્વ ધારાસભ્ય અને મંત્રી જશાભાઇ બારડ, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, સાગરપુત્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ લખમણભાઇ ભેસલા, પુર્વ ધારાસભ્ય તેમજ ગુ.રા.બીજ નિગમ ચેરમેન રાજશીભાઇ જોટવા, કોંગ્રેસ અગ્રણી ડો.નિશાંત ચોટાઇ, ગીર સોમનાથ યુથ કોંગ્રેસ પ્રમુખ અભય હીરાભાઇ જોટવા, પાલિકા પુર્વ ઉપપ્રમુખ ઉદય શાહ, સામાજીક કાર્યકર જગમાલભાઇ વાળા, ભાજપ અગ્રણી હરદાસભાઇ સોલંકી, ચોરવાડ એડવોકેટ રોહનભાઇ વૈદ્ય તેમજ હોટલ સુખસાગર દ્વારા પતંગ ઉત્સવનું સફળ બનાવવા માટે સાથ સહકાર મળી રહેલ છે અને તેની તમામ તૈયારીઓ થઇ ગયેલ છે.

(12:08 pm IST)
  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST

  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST