Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

પોરબંદર જિલ્લામાં શાળા ફી રેગ્યુલેશન એકટનો અમલ કરવા શિક્ષણાધિકારીની તાકીદ

પોરબંદર તા.૧૩ : જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણાધિકારી પી.એન.મોદી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.એન.ત્રિવેદીના માર્ગદર્શનની નીચે સ્વનિર્ભર (ખાનગી) શાળાની ફી નિર્ધારણને લગતી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

મીટીંગમાં શાળા ફી રેગ્યુલેશન એકટનો અમલ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ કરવો. જો વધારે ફી લીધી હોય તો સમય મર્યાદાની અંદર પરત કરવી. નક્કી થઇને આવેલ ફીની માહિતી નોટીસ બોર્ડ પર લગાવવી, શાળાનું એક જ બેંક ખાતુ રાખવુ, ફી ચેકથી જ લેવી, શિક્ષકોના પગાર સીધા બેંક ખાતામાં જ જમા કરાવવા વગેરે જેવા મહત્વના મુદા પર ચર્ચા કરી હતી. જે શાળાઓ હાઇકોર્ટમાં ગઇ હોય અથવા નવી મંજુર થયેલ શાળાઓને તા.૧૭ સુધીમાં એફીડેવીટ અથવા પ્રપોજલ કરવાની ખાસ સુચના આપવામાં આવેલ છે. આમ કરવામાં તેઓ અસફળ રહેશે તો તેની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

(12:07 pm IST)