Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ધોરાજીના ઝાંઝમેર ખાતે એનએસએસ કેમ્પમાં સેવા કાર્યો સાથે જનજગૃતિ અભિયાન ચલાવાયું

ડુમિયાણી કોલેજ દ્વારા

ઉપલેટા, તા.૧૨ :  પીપલ્સ વેલ્ફેર સોસાયટી ડુમીયાણી સંચાલીત યુનિ..સંલગ્ન, બીઆરએસ કોેલેજ ડુમિયાણી દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર મુકામે રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ સાત દિવસના આ કેમ્પમાં ૧૦૦ વિદ્યાર્થીઓ ઝાંઝમેર ગામે રહી ત્યાંના આજુબાજુના ગામોમાં પણ સેવા કાર્યો અને જનજગૃતિના કાર્યક્રમોનું આયોજન કરેલ હતુ.

કેમ્પના ઉદઘાટન પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બળવંતભાઇ મણવર, ઝાંઝમેર ગામના સરપંચ શ્રી શીરીષભાઇ કાથરોટીયા, કડવા પટેલ સમાજના પ્રમુખ કીરીટભાઇ ઘેટીયા, જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી ધીરૂભાઇ આસોદરીયા તથા શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ હાજર રહયા હતા.

આ સતા દિવસની શિબીર દરમ્યાન ગ્રામ સફાઇ, વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમો ઝાંઝમેર સોડવદર, શનાળા વિગેરે ગામનો આર્થિક સામજીક સર્વે કરવામાં આવ્યો જમીન અને પાણીની ચકાસણી માટે પ્રયોગશાળા ઉભી કરવામાં આવેલ હતી અને આજુ બાજુના ગામની જમીન ચકાસણી કરી તેમાં કયા પાકોનું વાવેતર કરવામાં આવે તો વધારે ઉત્પાદન મેળવી શકાય તે માટે પ્રો.બી.બી. ગરારા, ડો.કે.આર.ભરાડ અને ડો. મારસોણીયા સાહેબ, દુદાણી સાહેબ એ માર્ગદર્શન આપેલ હતું.

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ગુણાતીત માર્ગદર્શન મહોત્સવ નિમીતે તેમના જીવન કાર્યોનું પ્રદર્શન યોજાયુ હતુ આર્ય સમાજ જુનાગઢથી દિપકભાઇ આર્ય તેમજ તેમની ટીમ દ્વારા યોગ પ્રણાયમ સ્વરક્ષણ અંગેની તાલીમ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. બેન્કીંગ અંગેની કામગીરી બાબતે મેનેજર દ્વારા માહીતી આપવમાં આવેલ હતી. ગુજરાત રાજય પશુ પાલન ખાતુ જીલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા બી.આર.એસ.કોલેજ એનએસએસ ના માધ્યમથી ભવ્ય પશુપાલન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુ બાજુના પાંચ ગામોમાંથી કુલ ૧૫૦૦ પશુઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં મોટા બે ઓપરેશન મેડીસીન ગાયનેક જેવા અનેક પ્રકારની સારવાર આપવામાં આવી હતી આ કેમ્પમાં ડો.ડી.એસ.ગોટી, ડો.ઠંુમ્મર સાહેબ(ધોરાજી), ડો. વૈશાલીબેન  ગોંડલીયા તથા તેમની ટીમ દ્વારા સારવાર અને મેગા ઓપરેશન કરવામાં આવ્યા હતા ખુબજ બહોળા પ્રમાણમાં ખેડુતોએ ભાગ લીધો હતો.

સમગ્ર શિબીર દરમ્યાન એનએસએસ પ્રોગ્રામ પ્રો. શ્રી ડો. મહેન્દ્ર દેશાણી, શ્રી જગદીશભાઇ માકડીયા અને પ્રો. નિલેશ ભાઇ માનસુરીયા ના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.શિબીરના સમાપન પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમાતી સવિતાબેન મણવર, કનુભાઇ મણવર, પ્રિન્સીપાલ ડો. એન.એચ. ઝાટકીયા તથા કોલેજનો સમગ્ર સ્ટાફ હાજર રહયો હતો.

(12:06 pm IST)