Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કાલે વિર માંધાતા દેવ પ્રાગટયોત્સવઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં શોભાયાત્રા-ધર્મસભા સહિત કાર્યક્રમો

રાજકોટ તા.૧૩ : આવતીકાલે સંક્રાતિએ માંધાતા પ્રાગટયોત્સવ છે સૌરાષ્ટ્ર-કચ્છમાં વેરાવળ દામનગર સહિત ગામે ગામ શોભાયાત્રા ધર્મસભા સહિત  કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

વેરાવળ

વેરાવળ સોમનાથ સુત્રાપાડા તાલુકામાં તા.૧૪ ના રોજ રવિવારે વિર માંધાતા પ્રાગટ મહોત્સવ ઉજવાશે જેની તડામાર તૈયારીઓ થઇ રહેલ છે વિર માંધાતા યુવા સંગઠન ગીર સોમનાથ દ્વારા તા.૧૪ ના રોજ માંધાતા પ્રાગટય ઉત્સવનું આયોજન કરાયેલ છે જેમાં તા.૧૪ને રવિવારે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે સુત્રાપાડામાંં સવારે ૮ વાગ્યે વાછરાદાદા ચોકથી ધનેશ્વર મંદિરે ફરીને બસ સ્ટેશને માંધાતા ઓફીસે બપોરે ૧ર વાગ્યે સમાપન થશે તેજ રીતે સોમનાથ પ્રભાસપાટણમાં ભવ્ય શોભાયાત્રા નિકળશે જે શાંતિનગર, સંખ સર્કલ, વેગડાજી ભીલના મંદિરથી વેણેશ્વર મંદિર સમાપન થશે સુત્રાપાડાથી બપોરે ૧ર વાગ્યે મોટરસાઇકલ રેલી નિકળશે તે સુત્રાપાડા ફાટક, કાજલી, સોમનાથ બાયપાસ, ડાભોર રોડ, રૈયોન રોડ, ટાવર ચોક, ભાલકા ભીડીયા થઇ ને સોમનાથ પહોંચશે.

શોભાયાત્રા તેમજ મોટરસાઇકલ રેલીમાં હજારો કોળી સમાજના આગેવાનો કાર્યકરો યુવાનો ભાઇઓ બહેનો જોડાશે અને આ શોભાયાત્રા તથા રેલી સોમનાથ પ્રભાસપાટણ વેણેશ્વર ગ્રાઉન્ડમાં સભાના રૂપમાં ફેરાવશે તેમાં જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના કોળી સમાજના જીતેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવશે.

પ્રાગટય ઉત્સવ માટે સુત્રાપાડા વેરાવળ સોમનાથમાં અનેક જગ્યાએ શોભાયાત્રા મોટરસાઇલ રેલીના આગમને લઇને બેનરો લગાડવામાં આવેલ છે.

દામનગર

દામનગર શહેર યુવા સંગઠન દ્વારા દામનગર શહેરમાં વિર માંધાતાની ભવ્ય શોભાયાત્રા તા.૧૪ને રવિવારે ઉતરાયણના દિવસે નિકળશે તે શહેરના મુખ્ય માર્ગો પરથી નિકળશે. શોભાયાત્રા  કોળી જ્ઞાતિની વાડી સિતારામનગરથી સવારે ૯ કલાકે પ્રસ્થાન થશે. આ રેલીનો ઉદેશ કોળી સમાજના શિક્ષણને ફેલાવો, વ્યસન મુકતી, અંધ-શ્રધ્ધાથી દુર રહેવુ સમાજ સંગઠીત કરવો છે તો તમામ સમસ્ત કોળી સમાજના તેમજ ઠાકરો સમાજના ભાઇઓ બહેનો તથા બાળકોને વિીર માંધાતાની શોભાયાત્રામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ દામનગર શશેર યુવા સંગઠન તેમજ કાર્યકર્તા સુરેશભાઇ છગનભાઇ ચૌહાણ (તુલસીપાન કોર્નર) વાળા દ્વારા આપવામાં આવે છે.

(12:02 pm IST)