Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

મકરસંક્રાંતિ પર્વ નિમિતે સુર્યનો પ્રકાશ, તલગોળની મીઠાશ અને પ્રભુ ઉપર વિશ્વાસ જીવનમાં સાકાર થાય તે જરૂરી

જુનાગઢઃ મહાકવિ કાલિદાસે આ યથોચિત જ કહ્યું છે. કેમ કે ઉત્સવો સૌ કોઇને પ્રિય છે. આપણા ઉત્સવો એટલે આપણું જીવન.તે કોઇને કોઇ જીવન દર્શન રજૂ કરી જાય છે. મકરસંક્રાંતિ પણ આવું જ કંઇક દર્શન સ્ફદટ કરી જાય છે.

આપણા હિન્દુ તહેવારો ચદ્રના ક્ષય અને વૃદ્ધિને આધારે ઉજવીએ છીએ પરંતુ એક માત્ર મકરસક્રાતિ સુર્યની ગતિ (દિશા)પર આધાર રાખીને ઉજવાતો તહેવાર છે. પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમા પ્રવેશે છે તેથી આપણે આ તહેવારને મકરસક્રાતિ કહીએ છીએ. સુર્ય સહેજ ઉત્તરતરફ ખસતો જાય છે એટલે તેને કહીએ છીએ ઉત્તરાયણ.

રાજ્યમાં તો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે મકરસંક્રાંતિ પર આંતરરાષ્ટ્રીય પંતગોત્સવનું આયોજન ઘણાં વર્ષથી શરૂ કર્યુ છે. અને ગુજરાતના મુખ્ય શહેરોમાં સમગ્ર વિશ્વના પતંગબાજોને વિવિધ પ્રકારની પતંગો ચગાવવા માટે નિમંત્રિત કરવામાં આવે છે. પતંગોત્સવ નિહાળવા માટે હજારો લોકો એકઠા થઇ પતંગોત્સવનો આનંદ માણે છે. સૂર્યના સક્રમણ સાથ આપણુ જીવન સકળાયેલુ છે એ દ્દઢ સંકલ્પ આ દિવસે કરે છે. એટલે કે દિવસો ધીમેધીમે લાબા થતા જાય છે, અને રાત્રી ટૂકી સારા કાર્યો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત પણ થાય છે. ૧૪મી ડિસેમ્બરથી શરૂ થયેલા કમુર્હીર્ત (કમૂરતા)નો ૧૪મી જાન્યુઆરીએ મકરસક્રાતિના દિવસે અંત આવે છે. હિંદુઓ મકરસંક્રાતિ પછી જ પોતાનુ મૃત્યુ આવે તેમ ઝંખે છે. યમરાજને ઉત્તરાયણ સુધી રોકી રાખનાર પિતામહ ભીષ્મ આનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આનંદોત્સવની સાથ મનના સકલ્પો બદલવા જોઇએ, વિચારક્રાતિ લાવવી જોઇએ એવો સદશ પણ મકરસક્રાતિ આપી જાય છે. સક્રાતિ એટલે સઘ ક્રાતિ. કોઇપણ મહાનકાર્યમાં સગઠનની જરૂર રહે. સઘમા વિશિષ્ટ શતકત હોય છે. જે કોઇપણ કઠિન કાર્યને સહજ શકય બનાવે છે.

સઘમા ભેગા થયેલા લોકોના સબધો સ્નેહપૂર્ણ અને મધુર હોવા જોઇએ. આ વાતની સ્મૃતિરૂપે કદાચ સક્રાતિના દિવસે તલગોળના લાડુ એકબીજાને આપવાની પ્રથા શરૂ થઇ હશે. તલમા તસ્નગ્ધતા છે. રૂક્ષ-કઠોર બનેલા સબધોમાં તલ તસ્નગ્ધતા લાવી શકે અને ગોળની મીઠાશ મનની કડવાશ દૂર કરે. આમ સ્નેહ અને મીઠાશનું પ્રતીક એટલે તલ અને ગોળ.

મહારાષ્ટ્રમા તો લોકો એકબીજાને તલગોળ આપે છે અને આપતી વખતે કહે છે ''જ્ઞટબઉંુબ દ્વપળ અળજ્ઞગ્ગ ઉંળરૂજ ઉજરૂજ દળરૂબળા'' તલના લાડુમાં પૈસા મૂકીને આપવાનો પ્રથા ગુપ્તદાનનો મહિમા સમજાવે છે. માણસો ગરીબોને યથાશતકત દાન આપે છે, પશુઓને ઘૂઘરી ખવડાવે છે, શ્રીમતો સુવર્ણદાન પણ કરે છે.

આ ઉત્સવમાં તલના લાડુને મહત્વ મળ્યુ તેને નૈસર્ગિક કારણ પણ છે. શિયાળાની સખત ઠંડીમા શરીર જકડાઇ ગયુ હોય, લોહીનુ ભમણ મદ થવાની સભાવના રહે, શરીર રૂક્ષ થાય ત્યારે તસ્નગ્ધતાની જરૂર રહે. તસ્નગ્ધતાનો ગુણ તલમા રહેલો છે. આયુર્વેદના મતે આ ઋતુમા તલ આદર્શ ખોરાક છે તાતત્વક-  ધાર્મિક દ્દષ્ટિએ જોતા અદ્દશ્ય ઇશ્વરી શતકત કોઇ અજ્ઞાત અગાશીમા ઊભા રહીને આપણી જીવનરૂપી પતગ ચગાવે છે આપણી પતગનો દોર તેમના હાથમાં છે. તે દોર તેમના હાથમાથી છુટી ન જાય,   આપણુ જીવન અસ્વસ્થ ન થઇ જાય તે માટે પ્રભુને પ્રાથના કરવાની રહે, ''હૈ પ્રભુ! મારો જીવનપતગ ઝોલે ન ચડે તે માટે મેં તારા હાથમાં તેનો દોર ાપ્યો છે, સભાળજે.''

આ પર્વ નિમિતે સુર્યનો પ્રકાશ, તલગોળની મીઠાશ અને પ્રભુ પર વિશ્વાસ આપણા જીવનમાં સાકારિત થાય તો જ એ આપણા જીવનનું યોગ્ય સક્રમણ ગણાય.

:સંકલનઃ

પ્રદિપભાઇ ખીમાણી

જુનાગઢ,મો.૯૪૨૮૩ ૭૮૭૭૭

(11:58 am IST)