Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગોંડલ પંથકમાં વરસાદી માહોલ : ભરૂડી ટોલનાકા પાસે ધોધમાર ખાબક્યો

ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ગોંડલના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગોંડલમાં પણ વરસાદી ઝાપટુ વરસ્યુ છે. ગોંડલ રાજકોટ હાઈવે પર ભરૂડી ટોલનાકા પાસે ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગોંડલના પીપળીયા,ભરૂડી,સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે ગોંડલ પંથકમાં વરસાદી માહોલથી ખેતીના પાકને નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે

(7:23 pm IST)