Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

જામનગરમાં પત્રકાર ઉપર હુમલો

સમીર ગડકરીને ૩ શખ્સોએ સળીયા- ધોકા મારતા સારવારમાં

જામનગર, તા.૧૨: જામનગરમાં પત્રકાર પર હુમલાની દ્યટના સામે આવી છે. મળી રહેલી માહિતી મુજબ જામનગરમાં સવારના અખબારમાં બ્યુરોચીફ તરીકે કાર્યરત સમીર ગડકરી પર હુમલાની દ્યટના બની છે.

જામનગરના ડિકેવી સર્કલ પાસે પત્રકાર સમીર ગડકરી પર પાછળથી આવેલા ત્રણેક શખ્સોએ સળિયા અને ધોકા વડે હુમલો કરતા પત્રકાર સમીર ગડકરીને સારવાર માટે ખસેડાયા છે.

જયાં સીટી બી ડિવિઝન પોલીસ કાફલો દોડી ગયો છે. અને નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. (તસવીરોઃકિંજલ કારસરીયા, જામનગર)

(3:33 pm IST)