Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

જુનાગઢ ગુરુ દત્ત્।ત્રેયની જન્મ જયંતીએ વિશાળ શોભાયાત્રા નીકળી

ભવનાથ ખાતે પ્રથમ વખત ભંડારામાં પેટપૂજા સાથે તમામ સાધુ-સંતોને મોબાઈલ ભેટ આપવામાં આવ્યાઃ દત્ત્। મહારાજની ચાંદીની પ્રતિમા પ્રથમ વખત ગિરનાર પર્વત ઉપરથી લવાઈ હતી

જુનાગઢ, તા. ૧ર : જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં ભવનાથ તળેટી ખાતે ગિરનારના આરાધ્ય દેવ ભગવાન ગુરુ દત્ત્।ાત્રેયની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી ગીરનાર ક્ષેત્રના પીઠા ધીસ્વર માતાજી જયશ્રીકાનંદ ગીરી મહારાજની નિશ્રામાં દતજયંતી ઉત્સવ ઉજવાયો હતો જેમાં ગુરુ દત્ત્।ાત્રેય ભગવાનની પ્રતિમા ગિરનાર પર્વત ઉપરથી લવાઈ હતી અને વિશાળ સાધુ સંતો મહંતોની હાજરીમાં પ્રથમ વખત જૂના અખાડા ખાતે દત્ત્। મહારાજની પ્રતિમાનું સોડસોપચાર પૂજન અર્ચન સાથે દત્ત્। મહારાજની પાલખીયાત્રામાં સંતો માટે કલાત્મક બગીઓસાથે  બેન્ડવાજા સાથે પુષ્પવૃષ્ટિ સાથે શોભાયાત્રા ભવનાથ તળેટી ખાતે વાજતે ગાજતે નીકળી હતી.

જેમાં હજારો ભાવિકો શહેરીજનો અને તમામ અખાડા ના સંતો જોડાયા હતા યાત્રામાં જોડાયેલા ભાવિકજનો સાધુ-સંતોની વિશાળ હાજરીમાં છેલ્લે દત્ત્। મહારાજની પ્રતિમાને ભવનાથ મંદિર માં આવેલ મૃગીકુંડમાં સ્નાન વિધિ કરાઇ હતી અને છેલ્લે ભોજન પ્રસાદભંડારા  માં ઉપસ્થિત સાધુ-સંતોને પ્રથમ વખત પેટપૂજા સાથે દરેક સંતોને મોબાઈલ ભેટ અપાયા હતા જેમાં ગિરનાર ક્ષેત્રનાં વરિષ્ઠ સંતોમાં પૂજય તનસુખ ગીરીબાપુ, સ્વામી મુકતાનંદ ગીરીબાપુ, કમલ ગીરીબાપુ ,હરિહરાનંદ ભારતી મહારાજ તેમજ કોટવાલ કીશોર પૂરી બાપુ સહિત ના સંતો ઉપસ્થીત રહ્યા હતા આમ દત મહારાજ ની જન્મ જયંતી ધામધૂમ પૂર્વક ઉજવામાં આવી હતી.

(1:30 pm IST)