Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

વંથલી પાસે ભરડીયામાં ટોટા ફોડવાની ઘટનામાં જાણવા જોગ - પોલીસ તપાસ

રાત્રે બે બાળકો અને મહિલાને સારવાર માટે ખસેડાયા

જુનાગઢ તા.૧ર : વંથલી તાલુકાના બરવાળા ગામે ગઇકાલે પથ્થરના ભરડીયામાં ટોટા ફોડતી વખતે ઝેરી ગેસનું આક્રમણ થયુ હતુ.

જેમાં ઝેરી ગેસની અસર થતાં બાળક સહિત ૧૩ માણસોને તાત્કાલીક જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ હોસ્પિટલમાં સ્ટાફની ઘટને લઇ દર્દીના સગા-સંબંધી બાટલા પકડવા પડયા હતા.

આ ઘટનામાં રાત્રે હરેશ હરદાસભાઇ (ઉ.વ.૧૩) મધુબેન હરદાસ (ઉ.વ.૧૪) અને ભુમિબેન કાળાભાઇ (ઉ.વ.૩૮)ને પણ ઝેરી ગેસની અસર થતાં રાત્રે જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં હજુ કોઇની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. પરંતુ આજે વહેલી સવારે બરવાળાના અશ્વિનભાઇ પીઠીયાએ વંથલી પોલીસમાં જાણવા જોગ ફરીયાદ કરી હતી.

જેમાં અશ્વિનભાઇના રહેણાંક મકાનથી દુર વાડી વિસ્તારમાં આવેલ ભરડીયામાં જીલેટીનના ટોટા ફોડવાથી ઝેરી ગેસની અસર થઇ હોવાનું જણાવેલ છે.

જેના આધારે વંથલી પીએસઆઇ એમ.બી.ચૌહાણ આ ઘટનામાં કોઇની બેદરકારી છે કે કેમ અને ભરડીયામાં ટોટા ફોડવાની મંજુરી લેવાઇ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

(1:29 pm IST)