Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ખંભાળીયાનાં રામનગરમાં ખનીજ ચોરી સંદર્ભે પોલીસે લાખોના વાહનો પકડયા

ખંભાળીયા તા. ૧૭ :.. પ્રાંત અધિકારીશ્રી ડી. આર. ગુરવ (આઇ. એ. એસ.) દ્વારા ખંભાળીયા પોરબંદર રોડ પર ચેકીંગ કરતા ત્યાં એક ગૌચરની જગ્યામાંથી માટીનું ખોદકામ કરીને આ આસામીઓ ખનીજ ચોરી કરતા હોય તેમને પકડીને  તેમના પાસેથી રોજકામ કરાવતા આ ખનીજચોરી પૈકી બે ટ્રેકટર તથા એક જે. સી. બી. તથા ટ્રકવાળો નાસી ગયો હતો.

પ્રાંત અધિકારીએ આ તમામના નંબરો (વાહન) તથા નામ સાથે ખંભાળીયા પોલીસને જાણ કરતા પો. ઇ. શ્રી પી. એ. દેકાવાડીયા તથા સ્ટાફે તપાસ કરીને આ ખનીજ ચોરીમાં  સંડોવાયેલ જેસીબી તથા અન્ય વાહનો કિંમત રૂ. ર૦ લાખ ઉપરાંતના વાહનોને પકડીને એના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

(1:27 pm IST)