Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વધુ એક ખનિજ ચોરી કૌભાંડ ઝડપાયું

ખંભાળીયા, તા. ૧ર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણખનિજ અધિકારીશ્રી એન.એમ. પટેલ દ્વારા ખાણખનિજ ખાતાના કર્મચારીઓની ટીમને સાથે રાખીને સતત હાઇવે પર ચેકીંગ પેટ્રોલીંગ, દરોડા વિ.ની કામગીરી કરીને છ માસમાં કરોડો રૂપિયાની ચોરી પકડી પાડી હતી તથા લાખોનો દંડ વસૂલ કરાયો હતો તથા જિલ્લામાં રેકોર્ડરૂપ કામગીરી કરીને સફેદ પથ્થરની ખનિજ ચોરી પકડીને ઇતિહાસ સર્જયો હતો.

બોકસાઇટ ચોરો સામે કડક પગલા લેતા ખનિજ ચોરી બંધ જેવી થઇ જતાં ખનિજ ચોરી માટે લાભ લેવા માટે કેટલાક આસામીઓ દ્વારા નવતર પ્રયોગ કરીને ખનિજ ચોરી કરવા માટે તથા ઓછી રકમ ભરવાના પ્રયત્નો કરતા જિલ્લા ખાણખનિજ અધિકારીએ આવું કૌભાંડ પકડી પાડીને સંબંધિતો સામે પગલા, દંડ વિ. કાર્યવાહી શરૂ કરતા ભારે ચર્ચા જાગી છે.

રોયલ્ટીમાં બોકસાઇટમાં લો ગ્રેડમાં ૧૬૦ રૂ. ટનના છે. તેમાં કેટલાક આસામીઓ દ્વારા હાઇગ્રેડ બોકસાઇટ જેની રોયલ્ટી ૪૬૦ રૂ. છે તેમાં ગેરરીતિ કરીને ૧૬૦ની રોયલ્ટીમાં માલ વેચીને ૪૬૦નો માલ વેચવાનું કૌભાંડ થતું હોવાનું અધિકારીશ્રી પટેલના ધ્યાને આવતા તેમણે ખાસ કર્મચારીને કોમ્પ્યુટર પર બેસાડીને વિગતો એકઠી કરીને ચાર જેટલા આસામીઓને પકડી નોટીસો મારીને તેમની સામે કડક પગલા દંડ વસુલાતની કામગીરી હાથ ધરી છે.

(1:26 pm IST)