Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગુમ થયેલ બોટને અન્ય લોકો ઓખા લાવ્યા પણ લાપતા કોડીનાર-ઉનાના ૭ ખલાસીનો પતો નથી

ખંભાળીયા તા ૧૨  :  ઓખાના ઇસ્માઇલ ઇસુબ તરાયની માલીકીની ફીશીંગ બોટ નં.IND/GJ11/MM/13782 દરિયામાં ગુમ થઇ હતી તથા તેમાંરહેલા ખલાસીઓ ભરત મેનસી ચુડાસમા ઉ.વ.૨૯ મહે. વેલણ તા. કોડીનાર, સોલંકી દિનેશ બાબુ ૈ.૨૯, રહે. કોડીનાર, સોલંકી તોતિક ગોવિંદ, ઉ.૧૯ રહે. વેલણ, કોડીનાર, સોલંકી કચરા વશરામ ઉ.૪૧,રહે. કોડીનાર, વંશ જેસી રૂડા, ઉ.૩૭,રહે. વેલણ, તા. કોડીનાર, ચુડી સમા અરવિંદ ભગવાન ઉ.૨૧ રહે. દામલી, કોડીનાર તથા ઙ્ગઙ્ગ મકવાણા જેંતી પાંપા ઉ.૫૨, દેલવાડા, તા. ઉના આ સાથેય ખલાસીઓએતેમની જવાબદારીએ કોઇ જાણ વગર બોટ લઇ ચાલ્યા ગયાહતા તથા દરિયામાં અસ્માતે બોટ પલટી ખાઇ જતા આ સાતેય દરિયામાં લાપતા થઇ ગયા છે, જેમની બોટનેટોઇંગ કરી અન્ય બોટવાળા ૯/૧૧ ના રોજ ઓખા લાવેલ , પણ ખલાસીઓનો કોઇ પતો નથી.

કચેરીને જાણ મંજુરી વગર ગયેલી બોટ

ઓખા મત્સદ્યોગ કચેરીને જાણ કરીને જવાનું હોય તથા તેમની મંજુરી લેવાની હોય પણ આ બોટ તેમના માલીકના જણાવ્યા પ્રમાણે કોઇ મંજુરી વગર  ચાલી ગઇ હતી જોકે સાતેય ખલાસીઓ દરિયાની વચ્ચે  બોટ પલટી ખાતા ડુબી ગયા હોઇ હજુ તેમનો પતો મળ્યો નથી શોધખોળ ચાલુ છે.

(1:25 pm IST)