Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

મુળ વાગડીયા રોડ પરથી ટ્રેકટરમાં સંતાડેલ એકસપ્લોઝીવ પદાર્થ બે ઈસમો પાસેથી ઝડપાયો

જીલેટીન સ્ટીકડીટોનેટર ફીટ કરેલસ્ટીક તથા ટ્રેકટર સહિતનો મુદ્દાઓ કબ્જે લેવાયો

વઢવાણ તા.૧૨: પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયાની સુચનાથી ખનની પ્રવૃતિ અટકાવવા માટે તેમજ પરવાના વગર થતુ એકસપ્લોઝીવ પદાર્થનું વેચાણ તથા હેરાફેરી સીધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસ ઈન્સપેકટર ડી.એમ.ઢોલની સુચના મુજબ એલ.સી.બી ટીમ દ્વારા  મુળી મુળી  પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મેળવી આરોપી ભરતભાઇ દેવશીભાઇ તાવીયા જાતે ત.કોળી(ઉ.વ.૨૯) રહે.બેલડા તા.વીછીયા જી.રાજકોટ તથા મુકેશભાઇ વીરજીભાઇ ધરજીયા જાતે તા.કોળી (..વ.૩૧) રહે. બેલડા તા.વીછીયા જી.રાજકોટ વાળાએ  ગે.-કા પાસ પરમીટ વગર પોતાના કબ્જા ભગવટાના સોનાલીકા કંપનીના ટ્રેકટર રજી. નં. જીજે-૩૩બી-૧૩૬૩ તથા વાદળી કલરના કમ્પ્રેશર મશીનમાં (૧) જીલેટીન સ્ટીક નં.૧૦૬ કી.રૂ.૨૬૫૦/- તથા (૨) એલ્યુમિનીયમ કેપવાળુ ઈલેકટ્રીક ડીટોમેટર ફીટ કરેલ જીલેટીન સ્ટીક નં.૯૪ કિ.રૂ.૩૭૬૦/- તથા (૩) વ્હાઇટ કલરના વાયરથી જોડેલ એલ્યુમિનીયમની કેપ વાળા ઈલેકટ્રોનીક ડેટોનેટર નંગ-૨૫ કિ.રૂ. ૩૭૫/- તથા સોનાલીકા કંપનીના ટ્રેકટર રજી.નં. જીજે -૩૩-બી. જીજે-૩૩બી-૧૩૬૩ ,કિ. રૂ. ૧,૫૦,૦૦૦/- તથા વાદળી કલરનુ કમ્પ્રેશર મશીન કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૦,૦૬,૭૮૫/-ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ કબજે કરી મજકુર બંને આરોપીઓ વિરુધ્ધ મળી પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર ગુન્હો રજી.કરાવી આગળની કાર્યવાહી સારૂ મુળી પોલીસ  સ્ટેશન સોંપી આપેલ છે.

આ કામગીરી એલ.સી.બી. પો.સબ.ઈન્સ. વી.આર.જાડેજા તથા પોેહેડ .કોન્સ. જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા પો.કોન્સ. નિર્મળસિંહ મંગળસિંહ તથા દિલીપભાઇ ભુપતભચાઇ તથા અશ્વીનભાઇ ઠાકરણભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ એ રીતેની ટીમે કરી હતી.

(1:23 pm IST)