Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સુરેન્દ્રનગરમાંથી ગુદડી પાસાનો જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

વઢવાણ, તા. ૧ર : સુરેન્દ્રનગર જિલ્લામાં જુગાર, દારૂ જેવી ગેરકાયદે પ્રવૃતિ અટકાવવવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા તથા નાયબ પોલીસ અધિક્ષક એ.બી. વાળંદે સુચનાઓ આપતા સુરેન્દ્રનગર સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટરશ્રીએ.એચ. ગોરીના માર્ગદર્શન દ્વારા સીટી એ-ડિવિઝન ડી-સ્ટાફ પી.સએસ.આઇ. સી.એચ. શુકલ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનરાજસિંહ જસુભા વાઘેલા મુકેશભાઇ મનુભાઇ ઉતેળીયા, વિજયસિંહ જોરૂભા ડોડીયા પોલીસ કોન્સ્ટેબલ હારૂનભાઇ ગુલાબભાઇ કુરેશી, જયરાજસિંહ પુષ્પેન્દ્રસિંહ ઝાલા તથા વિજયસિંહ પ્રવિણભાઇ તથા કિશનભાઇ વેલાભાઇ ભરડવા, અમીતભાઇ જગદીશભાઇ સહિતના માણસો સાથે શહેરમાં૦ પેટ્રોલીંગ તથા કીશનભાઇ વેલાભાઇ ભરવડા અમીતભાઇ જગદીશભાઇ સહિતના માણસો સાથે શહેરમાં પેટ્રોલીંગ દરમિયાન જયરાજીસિંહ પુષ્પેન્દ્રસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે તપાસ કરતા અહીં ગુદડી પાસાના જુગાર  રમતા આરોપી રમેશભાઇ મોહનભાઇ સાતલપરા જાતે કોળી (ઉ.વ.૪પ) રહે. સુરેન્દ્રનગર લક્ષ્મીપરા (ર) મહેન્દ્રભાઇ કાનજીભાઇ પાટડીયા જાતે કોળી ઉ.વ.૪૦, લક્ષ્મીપરા (૩) સુરેશભાઇ ભંકોડીયા (ઉ.રપ)  રહે. ફીરદોષ સોસાયટી (૪) દિલીપભાઇ કાન્તીભાઇ (ઉ.પપ) રહે. સુરેન્દ્રનગર (પ) અરવિંદભાઇ ચતુરભાઇ વડેસા  જાતે કોળી (ઉ.૪ર) રહે. સુરેન્દ્રનગર  (૬) ફીરોજભાઇ બાબુભાઇ કુરેશી જાતે મુસલમાન (ઉ.૪૩) રહે. રતનપર અસ્લમભાઇ દીલાવરભાઇ જાતે મુસ્લિમ (ઉ.રપ) રહે. સુરેન્દ્રનગરને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. જુગારમાં રૂપિયાની હારજી થતી રકમ આશરે કુલ રૂીપયા ૧પપ૦ સાથે આરોપીઓને પકડી સાત ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(1:18 pm IST)