Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

વઢવાણના યુવકનું માંડવેથી દર્શન કરી પરત આવતા ડમ્પર હડફેટે કરૂણ મૃત્યુ

પિતાના મૃત્યુ બાદ દિકરાના આકસ્મિક મૃત્યુથી પરિવારમાં શોકની ગાલીમા છવાઇ

વઢવાણ, તા.૧૨: ભરાડા ગામે માતાજીના માંડવા બાદ ખાંભડા રોકાયેલો યુવાન બાઇક લઇને પરત વઢવાણ ફરી રહ્યો હતો. ત્યારે રાજસીતાપુરથી એક કિમી દૂર ડમ્પરની ટક્કરે યુવાનનું મોત થતા દિકરાની લાશ દ્યરે આવતા માતા સાથે પરિવાર હૈયાફાટ રૂદન સાથે શોકમગ્ન બની ગયો હતો. વઢવાણના વણકરવાસ વિસ્તારમાં રહેતા મોહનભાઈ કરશનભાઈ સોલંકી બારોટને સંતાનમાં મનીષભાઈ, અનિલભાઈ અને દિકરી રેખાબેન છે. થોડા વર્ષ પહેલા જ મોહનભાઈનું બિમારીના કારણે મોત થયુ હતુ. આથી દ્યરની તમામ જવાબદારી તેમના દિકરા મનીષભાઈ અને અનીલભાઈ પર આવી પડી હતી. જેમાં પરિવારને નાનો દિકરો અનીલ મજુરી કરીને મદદરૂપ થતો હતો. અનિલભાઈના લગ્ન પણ બે વર્ષ પહેલા સાયલામાં થયા હતા પરંતુ તેમને કોઇ સંતાન ન હતુ. તા. ૮ ડિસેમ્બરના રોજ અનિલભાઈ તેમની માતા સોનલબેનને કહ્યું કે મા હું ભરાડા માતાજીના માંડવામાં જાઉ છે તેમ કહીને બાઇક લઇને નીકળ્યા હતા.

ભરાડા માતાજીનો માંડવો પતી ગયા બાદ વચ્ચે મામાના કાકાનું ગામ ખાંભડા આવતા તા. ૯ ડિસેમ્બરે રોકાણ કર્યુ હતું. ત્યારબાદ તા. ૧૦ ડિસેમ્બરે બાઇક લઇને વઢવાણ અનિલભાઈ પરત ફરતા હતા. સુરેન્દ્રનગર તરફ આવતા રાજસીતાપુરથી એક કિમી દૂર બેટરીના કારખાના પાસે પૂરપાટ આવી રહેલા ડમ્પરે બાઇક સાથે અકસ્માત કરતા દ્યટના સ્થળે જ અનિલભાઈ મોહનભાઈ બારોટનું કમકમાટીભર્યુ મોત થયુ હતું. ડમ્પરનો ચાલક  ભાગી ગયો હતો. મોડી રાત્રે દિકરાની લાશ દ્યરે આવતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.આ બનાવમાં કાળુભાઈ બારોટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એન.એલ.સાંખટ ચલાવી રહ્યાં છે.

મામાની સામે ભાણેજનું મોત

મૂળ ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામના અને હાલ હળવદ રહેતા કાળુભાઈ ગાંડાભાઈ બારોટ તે અનિલના મામા થાય છે. આ મામા-ભાણેજ સાથે જ માંડવામાં ગયા હતા. ત્યારબાદ કાળુભાઈના કાકાને ત્યાં ખાંભડા રાત્રિ રોકાયા હતા. અને ત્યાંથી સાંજના પાંચેક વાગે અલગ અલગ બાઇક લઇને બંને સાથે જ વઢવાણ આવી રહ્યાં હતા. પરંતુ અકસ્માત થતા મામાની નજર સામે ભાણાનું મોત થયુ હતુ.(

(1:09 pm IST)