Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સાંકળી પાસે અકસ્માતમાં પતિ-પુત્રના મૃત્યુ બાદ પત્નિ ભારતીબેને રાજકોટમાં દમતોડયો

રાજકોટ તા.૧૨: જેતપુર નજીક સાંકળી ગામ પાસે એક માસ પહેલા કાર ડીવાઇડર સાથે ભટકાતા અકસ્માતમાં ઘવાયેલા મહિલાનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે.

મળતી વિગત મુજબ જેતપુર કન્યાશાળા પાસે રહેતા ભારતીબેન દિપકભાઇ શાહ (ઉવ.૫૬) એક મહિના પહેલા પતિ-પુત્ર સહિતના પરિવારજનો સાથે ફોરવ્હીલમાં બેસી જેતપુરથી જૂનાગઢ જતા હતા ત્યારે સાંકળી ગામ પાસે કાર ડીવાઇડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ અને પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અને ભારતીબેન શાહને ગંભીર ઇજા થતા પ્રથમ જેતપુર બાદ રાજકોટની દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ સૂર્યકાંતભાઇ રાઇટર અરૂણભાઇએ પ્રાથમીક કાગળો કરી જેતપુર મોકલ્યા હતા.

(11:54 am IST)