Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ભાવનગર ભાજપ દ્વારા શિપ રિસાયકલીંગ બિલ ૨૦૧૯ને આવકાર : મંત્રીને અભિનંદન

ભાવનગર તા.૧૨ : શિપ બ્રેકીંગ કોડ ૨૦૧૩ અને હોંગકોંગ કન્વેનશન ૨૦૦૯ બન્નેને સમાવતા બિલ ઙ્કશિપ રિસાઈકલિંગ બિલ ૨૦૧૯ ગઈકાલે લોકસભા બાદ રાજયસભામાં પણ પસાર થતા શહેર ભા.જ.પા. વતી પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્યિમના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાદ્યાણી, રાજય સરકારના મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્યશ્રી વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી, સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી મહેશભાઈ રાવલ, શ્રી રાજુભાઇ બામભણીયા, મેયરશ્રી મનહરભાઈ મોરી સહિતના આગેવાનોએ તેને આવકાર્યુ હતું અને કેન્દ્રીય મંત્રી અને ભાવેણાના પનોતા પુત્ર એવા મનસુખભાઇ માંડવીયાને અલંગ ઉદ્યોગના વિકાસને વેગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ અંગે આજે શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભાવેણા ની જીવાદોરી સમાન અલંગ ઉદ્યોગને વેગ આપનારું આ શિપ રિસાયકલિંગ બિલ ૨૦૧૯ રાજય સભામાં પસાર થવા સાથે અલંગના વિકાસના દ્વાર ખુલ્યા છે ભૂતકાળમાં પર્યાવરણના નામે અલંગને વ્યવસાયને ભાંગવાની કોશિશ કરનારા મુઠીભર લોકોને કારણે લાખો શ્રમિકો બેરોજગાર બનતા હતા આ બિલ પસાર થવાથી શિપ રિસાઈકલિંગ ઉદ્યોગની વિશ્વસનીયતા અને ગુણવત્ત્।ા વધવા સાથે અલંગ રિસાઈકલિંગ માટે આવતા શિપોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે જેને કારણે અલંગમાં તેજી આવશે અને અનેક નવા રોજગારીના અવસરો ઉપલબ્ધ બનશે જેનો સીધો લાભ ભાવેણા ના નાગરિકોને મળશે આ ઉપરાંત દેશના રિસાઈકલિંગ ઉદ્યોગના ૮૦્રુ જહાજો અલંગ આવતા હતા અને દેશમાં રિસાઈકલિંગ માટે આવનારા જહાજોની સંખ્યામાં ડબલ જેવો વધારો થતાં તેનો સીધો લાભ અલંગ ઉદ્યોગને મળશે અને અલંગ ફરી ધમધમતું બનશે જેને કારણે ભાવનગરના વિકાસ અને ધંધા રોજગારના દ્વાર ખુલશે આ ઉપરાંત નવા નિયમોમાં શ્રમિકોના આરોગ્ય અને સુરક્ષાની પણ ચિંતા કરવા સાથે તેઓને પણ સ્વાસ્થ્ય અને સુરક્ષા બાબતે સુરક્ષા કવચ સરકારે પૂરું પાડેલ છે જે સરકારની નાના અને ગરીબ મજૂરો પ્રત્યેની સંવેદનાના દર્શન કરાવે છે આમ આ બિલ લોકસભા બાદ રાજયસભામાં પસાર થતા હવે કાયદો બનવા સાથે અલંગ ઉદ્યોગ માટે નવી આશાનું કિરણ ઊગ્યું છે જેને માટે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી અમિતભાઇ શાહ અને કેન્દ્રીય મંત્રી અને ભાવેણાના પોતાના કહી શકાય એવા મનસુખભાઇ મંડાવીયાને અભિનંદન પાઠવ્યા હતા.

શિપ રિસાઈકલિંગ બિલ ૨૦૧૯દ્ગચ આજે શહેર સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ મોરચાના આગેવાનો, વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રી સહિતના આગેવાનોએ વધાવ્યું હતું અને આવકાર્યું હતું.

(11:52 am IST)