Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સાવરકુંડલામાં ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિ સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયાઃ ૨૧ નવદંપતિઓના પ્રભુતામાં પગલાં

સાવરકુંડલા,તા.૧૨:  ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા ૩૨ મો સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો હતો જેમાં ૨૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

સમૂહ લગ્ન સ્થાયી ફંડ સમિતિ દ્વારા ૩૨ માં સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું ઙ્ગતેમાં સમૂહ લગ્ન સ્થાયી ફંડ સમિતિ ના કાયમી સભ્ય તેવા સ્વ . પુત્રી ઙ્ગકસુમબેન લાલજીભાઈ ચૌહાણ હ. લાલજીભાઈ ડાયાભાઈ ચૌહાણ ( બારડોલી) ઙ્ગતેમજ સમૂહ લગ્ન સ્થાયી ફંડ સમિતિ દ્વારા  આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે  સામૈયા કરવામાં આવ્યા ત્યારબાદ હસ્તમેળાપ અને ભોજન પ્રસાદનું તેમજ બપોરે ૩ કલાકે જાન વિદાયનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો હસુ બાપુ ( મહંત શ્રી કાનજી બાપુ જગ્યા ) તેમજ શ્રી ધના બાપુ ( ગુરુ શ્રી ગોવિંદ બાપુ ) , ભકિતરામ બાપુ ( માનવ મંદિર ) , દ્વારા આશિર્વચન આપવામાં આવ્યા.

સમૂહ લગ્ન સમારંભના મહેમાન તરીકે અમરેલીથી પધારેલ ભરતભાઈ કનૈયાલાલ ટાંક , ( અમરેલી જ્ઞાતિ ઙ્ગપ્રમુખ ) , ઉર્વીબેન ભરતભાઇ ટાંક, વી.વી. વાદ્યસિયા (પૂર્વ કૃષિ મંત્રી) , મહેશભાઈ સુદાણી , હિરેન હિરપરા ( જિલ્લા ભાજપ પ્રમુખ ) જે.પી.ટાંક ( માલતદાર કચેરી સા. કુંડલા )હાજર રહયા હતા. , આ શુભ પ્રસંગેગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના ૨૧ નવદંપતીઓ  એ પ્રભુતામાં પગલા પડ્યા હતા. સાવરકુંડલા તેમજ આસપાસના દરેક ગામના દાતાશ્રીઓ તેમજ બહારગામ વસતા દરેક દાતા દ્વારા ૨૧ દીકરીઓને કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યોહતો ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર તેમજ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ સાવરકુંડલા સમૂહ લગ્ન સ્થાઈ ફંડ સમિતિના ટ્રસ્ટી  લાલજી ભાઈ જીવરાજ ભાઈ ચૌહાણ , ભીમજીભાઈ મૂળજીભાઈ લાડવા ,  બાલાભાઈ જસમતભાઈ સાપરા ,  મધુભાઈ બેચરભાઈ ભાલિયા તેમજ તેમની સમગ્ર ટિમ ઉપરાંત ગુર્જર ક્ષત્રિય કડિયા યુવક મંડળ , શ્યામ સેના , કડિયા મંડળ, તેમજ સાવર વિભાગ ગ્રુપ દ્વારા પુરા ભોજન સમારંભની તેમજ સમૂહ લગ્નની તમામ જવાબદારી સુંદર રીતે નિભાવી હતી તેમજ વ્યવસ્થાને સારી રીતે જાળવી રાખવામાં વિશેષ ભાગ ભજવ્યો હતો તેમજ રાજુલાનાં જ્ઞાતિના સ્વયં સેવકો દ્વારા વિશેષ સેવા પૂરી પાડી હતી . ૩૨ માં સમૂહ લગ્ન ના સવારના નાસ્તા ના દાતાશ્રી પરશુરામ સ્વીટ માર્ટ અને શાકભાજી ના દાતાશ્રી સ્વ. મોહનભાઈ કલ્યાણભાઈ ચોટલીયા તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના નાના-મોટા દરેક આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે આ ઉજ્જવલ પ્રસંગે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા જ્ઞાતિ સમાજના ભામાશા એવમ જુનાગઢ મહાનગરપાલિકાના મેયર પદે નિમાયેલા ધીરુભાઈ નારણભાઈ ગોહિલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું . ધીરુભાઈ ગોહિલ , ભરતભાઇ ટાંક , લાલજીભાઈ સાપરા , ગોવિંદભાઇ પરમાર દ્વારા જ્ઞાતિના ઉચ્ચ વિકાસ અને સર્વે જ્ઞાતિજનોને હળી મળીને એકબીજાની અદેખાઈ અને હરીફાઈ ની વૃત્ત્િ। છોડી સર્વાંગી જ્ઞાતિ વિકાસમાં જોડાવા અને રાજકીય ક્ષેત્રે આગળ વધતા આપણી જ્ઞાતિના સભ્યોને પ્રોત્સાહિત કરવા આહવાહન કરવામાં આવ્યું હતું અને આગામી વર્ષે ૫૧ નવદંપતી સાથે સમૂહ લગ્ન યોજવાનું સંકલ્પ લેવામાં આવ્યો હતો.

(11:51 am IST)