Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

રાણાવાવ : જુગાર રમતા ૪ શખ્સો ૭ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા. ૧ર : ભોડદરની સીમમાં તીનપતિ જુગાર રમતા વિરમ કાના જોગલ રે. ઓડદર , ભગવાનજી રણછોડભાઇ, શૈલેષ વજેસી, મનસુખ રામા, નંદલાલ મુળજીભાઇને પોલીસ કોન્સ્ટેબલ મોહિતભાઇ ગોઢાણીયાએ પકડી પાડયા હતાં. જુગાર રમતા શખ્સો પાસેથી રૂ. ૭૪૪૦ રોકડ, પ મોબાઇલ, ર બાઇક સહિત કુલ ૪ર૯૪૦નો મુદામાલ મળી આવ્યો હતો. રાણાવાવ પોલીસમાં સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

(11:47 am IST)