Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

દિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર ભાજપના આગેવાનને ઝડપી પાડવા કચ્છના કોંગ્રેસ આગેવાનની માંગ

પાંચ વર્ષ સુધી જાતીય શોષણ કરી સૃષ્ટિ વિરુદ્ઘના કૃત્ય સહિતની હરકતો કરનાર વાલજી સંદ્યારને બે મહિનાથી પોલીસ કેમ પકડતી નથી? સલીમ જતનો સવાલ

ભુજ, તા.૧૨ માંડવીની વિકલાંગ યુવતીએ આ વિસ્તારના ભાજપ આગેવાન એવા વાલજી ભવાનજી સંદ્યાર વિરુદ્ઘ ગત ઓકટોબરમાં દુષ્કર્મ સહિતના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ કરી હતી. ભાજપના માંડવી વિસ્તારના આગેવાન વાલજી સંદ્યારે નોકરી અપાવી દેવાના બહાને પાંચ વર્ષ સુધી પોતાનું જાતીય શોષણ કર્યું હોવાની અને સૃષ્ટિ વિરુદ્ઘના કૃત્ય સહિતની હરકતો કરી હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કરાયો હતો.

દરમ્યાન આ પોલીસ ફરિયાદ અંગે મુન્દ્રાના જિલ્લા પંચાયતના સભ્ય અને કોંગ્રેસી આગેવાન સલીમ જતે દુષ્કર્મ કેસના આરોપીને પકડી પાડવા માંગ કરી છે, છેલ્લા બે મહિનાથી આરોપી વાલજી ભવાનજી સંદ્યાર ઝડપાતો નથી તેમ જ દુષ્કર્મના આવા અન્ય બનાવોમાં પણ આરોપીઓ સામે પગલાં ભરવા સલીમ જતે રજુઆત કરી છે.

(11:32 am IST)