Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જામનગર એસટીના ડિવિઝનલ વર્કશોપ સુપરવાઈઝર રમેશચંદ્ર માલિવાડ પોતાના ક્વાર્ટરમાં જ પીધેલા પકડાયા

 

જામનગરનું એસ.ટી ડિવિઝન ફરી ચર્ચાના ચકડોળે ચડ્યું છે જામનગર એસ.ટી.ના વર્કશોપ સુપરવાઇઝર પીધેલા ઝડપાયા છે એસ.ટી.ના સુપરવાઈઝર રમેશચંદ્ર માલીવાડ પોતાના એસ.ટી.ના સરકારી ક્વાર્ટરમાં ભર બપોરે દારૂ પીધેલી હાલતમાં પોલીસને હાથે ચડી ગયા હતા જામનગરની સીટી- ડિવિઝન પોલીસ એસટી વિભાગના સરકારી ક્વાર્ટરમાં જ્યારે ગઈ હતી ત્યારે પોલીસ કર્મીઓને રમેશચંદ્ર વી. માલિવાડ જે જામનગર એસટી ડિવિઝનમાં વર્કશોપ ની અંદર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હોય તેઓ પરમિટ વગર નશો કરેલી હાલતમાં અને દારૂ પણ તેમના કબજામાંથી પોલીસે કબજે કર્યો છે ઘટનાની પાછળ પણ એક મોટી અને રહસ્યમય ઘટના છે

  જામનગર એસ.ટી.ના વિભાગીય નિયામક એમ ડી રાવલ સામે એસ.ટી.ના ઓફિસર અને બીજા કેટલાક વોટ્સએપ ગ્રુપમાં જામનગર ડિવિઝનના વર્કશોપ સુપરવાઇઝર રમેશચંદ્ર માલીવાડ દ્વારા એક 8 મિનિટ 53 સેકન્ડ ની સનસનીખેજ ઓડિયો ક્લિપ વાઇરલ કરી છે ઓડિયો ક્લિપમાં વિભાગીય નિયામક રાવલના પરિવારના સભ્યો ને લઈને કેટલીક ઘટસ્ફોટ વાતોનો ટેલિફોનિક ઓડિયો શેર કરાયો છે

  ઓડિયો માં જણાવ્યા અનુસાર વિભાગીય નિયામક રાવલ દ્વારા વરશોપ સુપરવાઈઝર માલીવાડ ને બે મેમા અપાતા ગિન્નાયેલા  માલીવાડ અન્ય કર્મચારી સાથે કેટલાક અંગત સંબંધોની વાતચીત પણ કરી હતી દરમિયાન વાતચીત ના કેટલાક અંશોમાં રાવલની અંગત રીતે મોજશોખની વાતોનો ઉલ્લેખ કરાયો છે 

  ઘટના બાદ વર્કશોપ સુપરવાઈઝર રમેશચંદ્ર માલિવાડની સામે પોલીસમાં અરજી પણ કરાઈ હોવાનું એસ.ટી.વિભાગના ખાસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે

  અરજીના તપાસ દરમિયાન વર્કશોપ સુપરવાઈઝર માલિવાડ નશો કરેલી હાલતમાં પોલીસને હાથે ચડતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. વર્કશોપ સુપરવાઈઝર માલિવાડ અગાઉ પણ 2 જૂનના રોજ ભાવનગર ડેપોમાં વિભાગીય નિયામક તરીકે ફરજમાં હતા. ત્યારે મહિલા કંડકટર પાસે બિભત્સ માંગણીઓ કરવા સબબ  પણ ખાતાકીય સજા કરાઈ હતી. ત્યારે ફરીથી જામનગરમાં પણ વિભાગીય નિયામક સામે આક્ષેપબાજી કરતા પોલીસ ઝપટે ચડી ગયા છે.

જામનગર ઉપરાંત ST વિભાગમાં સમગ્ર મામલે તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઈ છે. (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(11:26 pm IST)