Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જૂનાગઢમાંથી ૧૦૦થી વધુ ગુનાનો ફરાર આરોપી કાળા દેવરાજ ઝડપાયો

હત્યા, હત્યાની કોશિષ, અપહરણ, લુંટ, મારામારી જેવા અનેક ગુન્હામાં સંડોવાયેલ અમદાવાદ સાબરમતી જેલમાં પેરોલ જમ્પમાં વોન્ટેડ હતોઃ સી ડિવીઝન પીએસઆઇ પી.બી. લક્કડ અને ટીમને સફળતા

 જૂનાગઢ તા.૧૨: ગૃહ વિભાગ ગાંધીનગર તથા ડીજીપી શ્રી ગાંધીનગર તરફથી ગુજરાાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા શ્રી પોલીસ અધિૅક્ષક સૌરભ સીંઘની સુચનાથી અને શ્રી ના.પો.અધિ. એમ.એસ.રાણા સાહેબના સીધા માર્ગદર્શનથી સબ. ઇન્સ. પી.બી. લક્કડ ને બાતમી રાહે હકીકત મળેલ કે કાળા દેવરાજ રાડા રબારી (ઉ.વ.૪૦-ધંધો-માલઢોરનો રહે. જૂનાગઢ ગાંધીગ્રામ લીરબાઇપરા રામચોકની બાજુમાં વાળો) અમદાવાદ સાબરમતી જેલમાં હતો.

મજકુર આરોપીને નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ કમીનલમીસ એપ્લીકેશન નં. ૧૦૩૧૯/૧૮ તા. ૧-૬-૨૦૧૮ના હુકમ આધારે તા. ૨-૬-૨૦૧૮ થી તા. ૧૨-૬-૨૦૧૮ સુધી વચગાળાના જામીન ઉપર છોડવામાં આવેલ હતો જે ને તા. ૧૩-૬-૨૦૧૮ના ૧૨ વાગ્યે સાબરમતી  જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ મજકુર આરોપી હાજર થયેલ નહીં અને પેરોલ જમ્પ થઇ ગયેલ જેથી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદના જાવક નં. યુ.ટી.પી. /૧૭૧૨/૧૮ તા. ૧૯-૬-૨૦૧૮થી આ બાબતે જાણ કરવામાં આવેલ હતી. તેમજ જૂનાગઢ શહેર સી.ડિવી. પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ-૧૩૦/૧૮ પ્રોહી ક.૬૫એઇ. ૧૧૬(૨)બી,૮૧ કામે પણ પડવાનો બાકી હોય અને જેથી અમો તથા જરૂરી પો.સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા કાળો દેવરાજ રાડા રબારી (ઉ.વ.૪૦-ધંધો-માલઢોરનો રહે. જૂનાગઢ ગાંધીગ્રામ લીરબાઇપરા રામચોક વાળો મળી આવતા આજરોજ તા. ૧૦-૧૨-૧૮ના કલાક ૧૧.૧૫ વાગ્યે અટક કરવામાં આવેલ છ. અને મજકુર આરોપી વિરૂદ્ધ ખુન, ખુનની કોશિષ, અપહરણ, રાયોટીંગ લુંટ, મારામારી, તથા મારી નાખવાની ધમકી તથા હથીયાર બંધીના તથા તડીપાર ભંગના આર્મ્સ એકટ તથા પ્રોહિબીશનના વિગેરે મળી અત્રેના પો.સ્ટે.માં તથા જુદા જુદા પો.સ્ટે.માં ૧૦૦ થી પણ વધુ ગુન્હાઓ દાખલ થયેલ હોય અને મજકુર આરોપી ઘણા સમયથી પેરોલ જમ્પ હોય જેને અટક કરવામાં આવેલ છે.

(3:50 pm IST)