Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ખંભાળીયા દાત્રાણા એરસ્ટ્રીપ યોજના અંગે ખેડૂતો દ્વારા સરકારી તંત્રને નોટીશ

ખંભાળીયા તા ૧૨ :  કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાએ દાત્રાણા ખંભાળીયા તાલુકામાં એરસ્કટ્રીજ્ઞ બનાવવાનુંં ભવ્ય આયોજન કર્યુ પણ આ માટેની જમીન સંપાદનમાં છબરડા થતા, જમીન માપણી ખેડૂતોએ અટકાવી હતી, જે પછી ફરી આજે માપણી થનાર છે, જયારે ખેડુતોએ સરકારી તંત્રને નોટીસ આપતા ભારે ચર્ચા જાગી છે.

જિલ્લા લૈનડ ઇન્સ્પેકટરને સંબોધીને ખેડૂતોએ જણાવ્યું છે કે તમોએ અમને ખેડુતોને પત્રથી જાણ કરી છે પણ  તમે શું કરવા માંગો છો તે જણાવ્યું નથી. વમીન સંપાદન માટે ક્ષતી રહી ગઇ હતી તે સુધારવા માટે નેશનલ હાઇવે એકટમાં કોઇ જોગવાઇ નથી. અમારી જમીનમાં પ્રવેશ કરતા પહેલા તેના કાયદા જોવા અન્યથા પ્રવેશ ના કરવો. જમીનના એવોર્ડ થઇ ચુકયા છે, જયારે કબજા બાબતે ક્ષતી રહેલી છે તો માપવાથી કેમ સુધરે ?

ખેડુતોએ જમીન માપણી કરવી હોય તો દરેક અરજદારની સંમતિ લઇને જમીનની ચતુર્થ હદ દિશા નો નકશો તૈયાર કરી જમીન માપણીના પાકા નકશા બતાવી સહી લઇને કાર્યવાહી કરવા જણાવાયું છે. જો સ્પષ્ટતા કર્યા વગર જમીનમાં પ્રવેશ કરશો તો પોલીસ રક્ષણ માટે માંગ કરાઇ છે.

સરકારી તંત્રની આ ઢીલી નીતી બેદરકારી માટે પંચાયત બની છે.

(2:44 pm IST)