Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રામોદમાં જગદીશભાઇ રાઠોડને ૩ શખ્સોએ હડધુત કરી માર માર્યો

રાજકોટ તા.૧૨: કોટડા સાંગાણીના રામોદમાં યુવાનને હડધુત કરી ૩ શખ્સોએ માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રામોદમાં રહેતા જગદીશભાઇ રમેશભાઇ રાઠોડને તે જ ગામના રમેશ નાનજીભાઇ ગજેરા, મુકેશ નાનજીભાઇ ગજેરા તથા ચંદ્રેશ માલજીભાઇ શેખડાએ તુ ઇન્ડીકેટર કર્યા વગર ગાડી કેમ ઉભી રાખે છે? તેમ કહી પીવીસીના પાઇપથી માર મારી જાતિ પ્રત્યે અપમાનીત શબ્દો કહી હડધુત કર્યો હતો. આ અંગે ઉકત ત્રણેય શખ્સો સામે ફરીયાદ થતા એસ.સી.એસ.ટી. સેલના ડીવાય.એસ.પી. એેસ.એસ. મહેતાએ તપાસ હાથ ધરી છે.(૧.૧૧)

(2:00 pm IST)