Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

હાપા અને સાંત્રાગાછી સ્‍ટેશનો વચ્‍ચે એસી સુપરફાસ્‍ટ વિશેષ ટ્રેનનું કાલથી બુકીંગ

આ ટ્રેન ૧૭મીથી ૩૧ ડિસેમ્‍બર સુધી દોડાવાશે : વેબસાઈટમાં પણ બુકીંગ શરૂ

રાજકોટ, તા. ૧૨ : મુસાફરોની સુવિધા માટે વેઈટીંગ લીસ્‍ટ ઓછું કરવા માટે પヘમિ રેલ્‍વે દ્વારા ટ્રેન નં. ૦૨૮૩૩/ ૦૨૮૩૪ હાપા - સાંત્રાગાછી એસી સુપરફાસ્‍ટ વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ મંડળના રેલ પ્રબંધક શ્રી પી. બી. નિનાવેની યાદીમાં જણાવ્‍યા અનુસાર આ વિશેષ ટ્રેનની કુલ ત્રણ ટ્રીપ ચાલશે.

ટ્રેન સં.૦૨૮૩૩/૦૨૮૩૪ એસી સુપરફાસ્‍ટ વિશેષ ટ્રેન દરેક સોમવારે હાપાથી ૧૦:૪૦ કલાકે પ્રસ્‍થાન કરશે. સોમવારે બપોરે ૧૨:૨૦ કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે સવારે ૫:૪૫ કલાકે સાંત્રાગાછી પહોંચશે. આ ટ્રેન ૧૭ ડિસેમ્‍બરથી ૩૧ ડિસેમ્‍બર સુધી ચલાવવામાં આવનાર છે.

તેવી જ રીતે ટ્રેન સં.૦૨૮૩૪ સાંત્રાગાછી - હાપા એસી સુપરફાસ્‍ટ વિશેષ ટ્રેન દરેક શુક્રવારે સાંત્રાગાછીથી રાત્રે ૯:૦૫ કલાકે પ્રસ્‍થાન કરશે. રાજકોટમાં રવિવારે બપોરે ૨:૪૦ કલાકે અને રવિવારે જ ૪:૩૫ કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન ૧૪ થી ૨૮ ડિસેમ્‍બર સુધી ચલાવવામાં આવશે.

આ ટ્રેનમાં ૧૪ એસી થ્રી ટાયર અને બે લગેજવાનના ડબ્‍બા હશે. આ ટ્રેન યાત્રા દરમિયાન બંને દિશાઓમાં રાજકોટ, વાંકાનેર, સુરેન્‍દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદીયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્‍ટેશનો ઉપર ઉભી રહેશે.

ટ્રેન સંફ ૦૨૮૩૩ હાણા - સાંત્રાગાછીની બુકીંગ આવતીકાલ ૧૩મીથી તમામ મુસાફરો આરક્ષણ કેન્‍દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટમાં પણ શરૂ થશે.

(12:47 pm IST)