Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ઉપલેટામાં સોનાના દાગીના પચાવી પાડતી ગેંગ પકડઇ

ઉપલેટા તા.૧૨: શહેરમાં અવાર નવાર રેકી કરીને સોનાના દાગીના પડાવી પાડતી ગેંગના આરોપીઓને જડપી પાડ્યા છે ગયા નવેમ્બર મહીનામાં પોરબંદર રોડ ઉપર આવેલા એક મકાનમાં રહેતા વૃધ્ધ માતા પુત્રીના દાગીના જેવાકે બંગડળીઓ બુટી મગમાળા વિગેરે ઓળખાણ આપી દાગીના બનાવવાના હોવાનું જણાવી છેતરપીંડી કરી નાશી ગયેલ શખ્સ સહીતના ત્રણ શખ્સોને ઉપલેટા પોલીસે પકડી પાડયા હતા.

અમુક શખ્સો ઉપલેટામાં આવી અશ્વિન ટોકીઝ થી વિક્રમ ચોક સુધીનો વિસ્તાર નજીક આટા ફેરા કરી રેકી કરતા હોય એવી માહીતી મળતા પોલીસ સ્ટાફે વોચ ગોઠવી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા જેમાં કેશોદના ઘાંચી અબુ બકર સુલેમાન ઉ.વ.૪૫, જુનાગઢના ધારાગઢ દરવાજા પાસે પાસે રહેતો યુનુસ દાદ ગોરી સિપાઇ ઉ.વ.૪૪ તથા સુભાષ કોલેજ પાસે હર્ષદનગરમાં રહેતો સલીમ મજીદ મકવાણા સિપાઇ ઉ.વ.૫૫ની અટક કરી મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો.

જેમાં ૯૦ હજારની કિંમતની ચાર બંગડીઓ ૬૦ ના પેંડલ સાથે ચેઇન, ૩૦ની કાનની બુટી ૧૫ હજાર રૂ.નું બિસ્કીટ ૯૦ હજારનું સોનુ ઓગાળી સોનાનો ટુકડો બનાવેલ કુલ રૂપિયા બેલાખ પંચ્યાસી હજારનો મુદામાલ કબ્જે કરેલ હતો તેમજ આરોપીએ અગાઉ જેતપુર, ભાયાવદર, જુનાગઢ,ધોરાજી, ગોંડલ,ભાણવડ કુતીયાણા સહીતના શહેરોમાંથી આ કારનો ગુન્હો આચરેલ હોવાની કબુલાત આપી હતી.

આ કાર્યવાહી પી.આઇ.એચ.જી.પલ્લાચાર્ય, નિલેશભાઇ ચાવડા, ભાવેશભાઇ બોરીયા, હરદેવસંહ ચુડાસમા, મહેન્દ્રભાઇ ધાંધલ, ગગુભાઇ ચારણ, વિશાલભાઇ હુણ, જયેશભાઇ દાફડા, ગીરીરાજસિંહ ચુડાસમા જોડાયા હતા.(૨.૬)

(12:08 pm IST)