Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

માણાવદર આર.કે. પાર્ક સોસાયટીમાંથી ર હોન્‍ડા સાઇન ગાડીની ચોરી

શહેરમાં સી.સી.ટીવી કેમ ફીટ નથી કરતા ?

માણાવદર તા. ૧ર : માણાવદર આર.કે. પાર્ક સોસાયટીમાંથી બે ઘરોમાંથી હોન્‍ડા સાઇન નામની બે ગાડીઓ ચોરાય હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. હજી સુધી પો.સ્‍ટે. માં ફરીયાદ નોંધાય નથી તેનીતજવીજ હાથ ધરાય હોવાનુ જાણવા મળેલ છ.ે આર.કે.પાર્ક સોસાયટીમાં ઘરમાં રાખેલ લોક કરેલ હોન્‍ડા સાઇન ઉઠાવી લઇ ગયા આજ વિસ્‍તારમાં અન્‍ય ગાડીઓ પણ પડેલ પરંતુ ગાળીના કાંઠે ત્‍થા ગલીની શરૂઆત એમ બન્ને ઘરોમાંથી જ માત્ર હોન્‍ડા સાઇન જ કેમ ઉઠાવી ? શહેરમાં છેલ્લા અનેક સમયથી ગાડીઓ ચોરાય તેમાં સૌથી વધુ હોન્‍ડા સાઇન જ ચોરાય છે. કેમ? ગૃહખાતું કુ઼ભકર્ણની ઉંઘમાંથી જાગેને ૬ કરોડની જનતાની જાન-માલની સલામતીની ચિંતા કરે તેમ પ્રજાજનોમાં ચર્ચાય રહી છ.ે

(10:42 am IST)