Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જૂનાગઢના તમામ મુખ્યમાંર્ગો પરથી ઈંડા,નોનવેજ અને અન્ય લારીઓ દૂર કરવા સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયાની સૂચના

લારી/ગલ્લા પાથરણા,છાપરા મારફતે નોનવેજ તથા ઈડા અને અન્ય ખાઘસામગ્રીઓની લારીઓ મહાનગરપાલિકા જલ્દી હટાવે : રાકેશ ધૂલેશીયા

જૂનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતી ચેરમેન રાકેશભાઈ ધૂલેશીયા ધ્વારા શહેરી વિસ્તારના તમામ મુખ્યમાર્ગો પરથી ઈડા, નોનવેજ તથા અન્ય લારીઓ દૃર કરવા સુચના

અપાઈ છે મહાનગર પાલિકાના હદવિસ્તારોમાં થઈ રહેલા લારી/ગલ્લા પાથરણા,છાપરા મારફતે નોનવેજ તથા ઈડા અને અન્ય ખાઘસામગ્રીઓની લારીઓ મહાનગરપાલિકા જલ્દી હટાવવા નિર્દેશ આપ્યા છે

 રાકેશભાઈ ધુલેશીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ એક આધ્યામિક ,પ્રાવાસીક અને સાંસ્કૃતિક નગરી છે, આ સાંસ્કૃતિકનગરીની ધરોહરસમા અહીં આવેલા પ્રાચીનતમ તિર્થસ્થાનો, શાસ્ત્રો ઘ્વારા જેના ગુણ ગવાય છે એવો ગર્વીલો ગિરનાર પર્વત, માં અંબાજી, નવનાથ,ચોરાસી સિધ્ધો ,બાવન વીર અને ચોસઠ જોગણી, દત દિગંષ્બર મહારાજ જયાં સાક્ષાત સ્વરૂપે આશીષ પાઠવી રહયા છે, તેવા ગિરનાર ક્ષેત્રમાં અન્ય પ્રાચીન નગરીઓની જેમ આવનાર પ્રવાસીઓ અને શહેરની પ્રતિષ્ઠાને અનુરૂપ આ પ્રકારે લારીગલ્લાઓથી નોનવેજ અને ઈડાલારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ હોવો જોઈએ જેના ભાગરૂપે અગાઉ તા. ૨૮/૯/૨૧ ના રોજ જૂનાગઢના મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન તથા શાસકપક્ષના નેતા અને દડક ઘ્વારા લેખીત સ્વરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જાહેરમાર્ગો તથા મખ્યમાર્ગો પર થતા આ ખાલીપીણી અને નોનવેજની દુકાનો, ઈડાની લારીઓ હટાવવા રજુઆત કરલી હતી ત્યારે દિવાળીના પાવન તહેવારો હોવાને કારણે કાર્યવાહી હાથ ધરી શકાયેલ નહીં અને દિવાળીના તહેવારો પુરતી આ અમલવારી મોકુફ રાખવામાં આવેલ હતી પરંતુ દિવાળીના તહેવારો પર્ણ થતા જ આજરોજ ચેરમેન-સ્ટેન્ડીંગ કમિટી રાકેશભાઇ ધૂલેશીયા ઘ્વારા તંત્રને તાકીદ કરી સત્વરે શહેરના મુખ્યમાર્ગો, એન્ટ્રી ગેઇટો તથા તેની આસપાસ અને મહાનગરપાલિકાના હદવિસ્તારના માર્ગો પરથી ઈડા, નોનવેજની લારીઓ સત્વરે દર કરવા આદેશ કરવામાં આવેલ છે અને જૂનાગઢ મહાનગરપાવિકા ઘ્વારા સત્વરે આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ યાદીના અંતમાં ચેરમેન ધ્વારા જણાવવામાં આવેલ  છે

(11:48 pm IST)